________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
મોક્ષમાળા રાજા જ્યાં સિંહાસન પર બેઠે હતો ત્યાં લાવીને સામે ઊભે રાખે; અને સઘળી વાત રાજાને કહી બતાવી. એ વાતની રાજાએ હા કહી. ચંડાળે પછી સામા ઉભા રહી થરથરતે પગે શ્રેણિકને તે વિદ્યાને બેધ આપવા માંડ્યો; પણ તે બંધ લાગ્યું નહીં. ઝડપથી ઉભા થઈ અભયકુમાર બાલ્યા : મહારાજ! આપને જે એ વિદ્યા અવશ્ય શીખવી હોય તે સામા આવી ઉભા રહો; અને એને સિંહાસન આપે. રાજાએ વિદ્યા લેવા ખાતર એમ કર્યું તે તત્કાળ વિદ્યા સાધ્ય થઈ
આ વાત માત્ર બેધ લેવા માટે છે. એક ચંડાળને પણ વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને વિદ્યા સિદ્ધ ન થઈ તે તેમાંથી તત્ત્વ એ ગ્રહણ કરવાનું છે કે, વિદ્યાને સાધ્ય કરવા વિનય કરો. આત્મવિદ્યા પામવા નિગ્રંથગુરુનો જે વિનય કરીએ તે કેવું મંગળદાયક થાય!
વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યું છે. ગુરુને, મુનિને, વિદ્વાનને, માતાપિતાને અને પિતાથી વડાને વિનય કરે એ આપણી ઉત્તમતાનું કારણ છે.
શિક્ષાપાઠ ૩૩. સુદર્શન શેઠ:–
પ્રાચીન કાળમાં શુદ્ધ એકપત્નીવ્રતને પાળનારા અસંખ્ય પુરુષે થઈ ગયા છે; એમાંથી સંકટ સહી નામાંકિત થયેલ સુદર્શન નામને એક પુરુષ પણ છે. એ ધનાઢય, સુંદર મુખમુદ્રાવાળે, કાંતિમાન અને મધ્ય વયમાં હતા. જે નગરમાં
For Private And Personal Use Only