________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૧૨૫ તે રહેતો હતો, તે નગરના રાજ્યદરબાર આગળથી કંઈ કામ પ્રસંગને લીધે તેને નીકળવું પડયું. એ જ્યારે ત્યાંથી નીકળે ત્યારે રાજાની અભયા નામની રાણી પિતાને આવાસના ગેખમાં બેઠી હતી. ત્યાંથી સુદર્શન ભણી તેની દૃષ્ટિ ગઈ. તેનું ઉત્તમ રૂપ અને કાયા જોઈને તેનું મન લલચાયું. એક અનુચરી મેકલીને કપટભાવથી નિર્મળ કારણ બતાવીને સુદર્શનને ઉપર બેલા. કેટલાક પ્રકારની વાતચીત કર્યા પછી અભયાએ સુદર્શનને ભેગ ભેગવવા સંબંધીનું આમંત્રણ કર્યું. સુદર્શને કેટલેક ઉપદેશ આપે તે પણ તેનું મન શાંત થયું નહીં. છેવટે કંટાળીને સુદર્શને યુક્તિથી કહ્યું: બહેન, હું પુરુષત્વમાં નથી ! પણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા. એ સઘળી કામચેષ્ટાથી સુદર્શન ચળે નહીં; એથી કંટાળી જઈને રાણીએ તેને જાતે કર્યો.
એક વાર એ નગરમાં ઉજાણી હતી; તેથી નગર બહાર નગરજને આનંદથી આમ તેમ ભમતા હતા. ધામધૂમ મચી રહી હતી. સુદર્શન શેઠના છ દેવકુમાર જેવા પુત્ર પણ ત્યાં આવ્યા હતા. અભયા રાણી કપિલા નામની દાસી સાથે ઠાઠમાઠથી ત્યાં આવી હતી. સુદર્શનના દેવપૂતળાં જેવા છ પુત્ર તેના જોવામાં આવ્યા. કપિલાને તેણે પૂછ્યું: આવા રમ્ય પુત્રે કેના છે? કપિલાએ સુદર્શન શેઠનું નામ આપ્યું. એ નામ સાંભળીને રાણીની છાતીમાં કટાર ભેંકાઈ, તેને કારી ઘા વાગ્ય. સઘળી ધામધૂમ વીતી ગયા પછી માયાકથન ગોઠવીને અભયાએ અને તેની દાસીએ મળી રાજાને કહ્યું તમે માનતા હશે કે, મારા રાજ્યમાં ન્યાય અને નીતિ વતે છે; દુર્જનથી
For Private And Personal Use Only