________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
મોક્ષમાળા મારી પ્રજા દુઃખી નથી, પરંતુ તે સઘળું મિથ્યા છે. અંતઃપુરમાં પણ દુજને પ્રવેશ કરે ત્યાં સુધી હજુ અંધેર છે! તે પછી બીજા સ્થળ માટે પૂછવું પણ શું ? તમારા નગરના સુદર્શન નામના શેઠે મારી કને ભેગનું આમંત્રણ કર્યું. નહીં કહેવા ચગ્ય કથને મારે સાંભળવાં પડયાં, પણ મેં તેનો તિરસ્કાર કર્યો. એથી વિશેષ અંધારૂં કયું કહેવાય! રાજા મૂળે કાનના કાચા હોય છે એ તે જાણે સર્વમાન્ય છે, તેમાં વળી સ્ત્રીનાં માયાવી મધુરાં વચન શું અસર ન કરે? તાતા તેલમાં ટાઢાં જળ જેવાં વચનથી રાજા ક્રોધાયમાન થયા, સુદર્શનને શૂળીએ ચઢાવી દેવાની તત્કાળ તેણે આજ્ઞા કરી દીધી, અને તે પ્રમાણે સઘળું થઈ પણ ગયું, માત્ર શૂળીએ સુદર્શન બેસે એટલી વાર હતી.
ગમે તેમ હે, પણ સૃષ્ટિના દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યને પ્રભાવ ઢાંક્યો રહેતો નથી. સુદર્શનને શૂળીએ બેસાર્યો, કે શૂળી ફીટીને તેનું ઝળઝળતું સેનાનું સિંહાસન થયું; અને દેવદુંદુભિના નાદ થયા; સર્વત્ર આનંદ વ્યાપી ગયે. સુદર્શનનું સત્યશીલ વિશ્વમંડળમાં ઝળકી ઊઠયું. સત્યશીળનો સદા જાય છે. શિયળ અને સુદર્શનની ઉત્તમ દઢતા એ બંને આત્માને પવિત્ર શ્રેણીએ ચઢાવે છે!
શિક્ષાપાઠ ૩૪. બ્રહ્મચર્ય વિષે સુભાષિત –
(દોહરા) નિરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન;
ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧. ૧. દિ. આ૦ પાઠા –જગતના.
For Private And Personal Use Only