________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧૧૫ સ્થળ અને સૂક્રમ દયા પ્રત્યે જ્યાં બેદરકારી છે ત્યાં બહુ દોષથી પાળી શકાય છે. એ યત્નાની ન્યૂનતાને લીધે છે. ઉતાવળી અને વેગભરી ચાલ, પાણી ગળી તેને સંપાળ રાખવાની અપૂર્ણ વિધિ, કાષ્ઠાદિક ઇંધનને વગર ખંખેર્યો, વગર જોયે ઉપગ, અનાજમાં રહેલા સૂકમ જતુઓની અપૂર્ણ તપાસ, પૂજ્યા પ્રમાર્યા વગર રહેવા દીધેલાં ઠામ, અસ્વચ્છ રાખેલા એરડા, આંગણામાં પાણીનું ઢળવું, એંઠનું રાખી મૂકવું, પાટલા વગર ધખધખતી થાળી નીચે મૂકવી, એથી પિતાને અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા ઈત્યાદિક ફળ થાય છે, અને મહાપાપનાં કારણ પણ થઈ પડે છે. એ માટે થઈને કહેવાને બોધ કે ચાલવામાં, બેસવામાં, ઉઠવામાં, જમવામાં અને બીજા હરેક પ્રકારનાં યત્નાને ઉપયોગ કરો. એથી દ્રવ્ય અને ભાવે બન્ને પ્રકારે લાભ છે. ચાલ ધીમી અને ગંભીર રાખવી, ઘર સ્વચ્છ રાખવાં, પાછું વિધિસહિત ગળાવવું, કાષ્ટાદિક ઇંધન ખંખેરીને નાંખવાં એ કંઈ આપણને અગવડ પડતું કામ નથી, તેમ તેમાં વિશેષ વખત જતો નથી. એવા નિયમ દાખલ કરી દીધા પછી પાળવા મુશ્કેલ નથી. એથી બિચારા અસંખ્યાત નિરપરાધી જતુઓ બચે છે.
પ્રત્યેક કામ યત્નાપૂર્વક જ કરવું એ વિવેકી શ્રાવકનું કર્તવ્ય છે.
શિક્ષા પાઠ ૨૮. રાત્રિભેજન – અહિંસાદિક પંચમહાવ્રત જેવું ભગવાને રાત્રિભેજન ત્યાગવ્રત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ
For Private And Personal Use Only