________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
૧૨૧
શિક્ષાપાઠ ૩૧. પ્રત્યાખ્યાન :–
પચ્ચખાણુ” નામને શબ્દ વારંવાર તમારા સાંભળવામાં આવ્યું છે. એને મૂળ શબ્દ “પ્રત્યાખ્યાન” છે, અને તે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એ જે નિયમ કરે તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાને હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે. પ્રત્યાખ્યાન નહીં કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ કે ન ભેગો તેપણ તેથી, સંવરપણું નથી, કારણ કે તત્વરૂપે કરીને ઇચ્છાનું રુધન કર્યું નથી. રાત્રે આપણે ભેજન ન કરતા હોઈએ; પરંતુ તેને જે પ્રત્યાખ્યાનરૂપે નિયમ ન કર્યો હોય તે તે ફળ ન આપે; કારણ આપણી ઈચ્છા ખુલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને શ્વાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે તેમ ઇચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય તે તેમાં કર્મ પ્રવેશ કરે છે. એટલે કે એ ભણી આપણું વિચાર છૂટથી જાય છે, તે કર્મબંધનનું કારણ છે; અને જે પ્રત્યાખ્યાન હોય તે પછી એ ભણી દષ્ટિ કરવાની ઈચ્છા થતી નથી. જેમ આપણે જાણીએ છીએ કે વાંસાને મધ્ય ભાગ આપણાથી જોઈ શકાતો નથી, માટે એ ભણી આપણે દૃષ્ટિ પણ કરતા નથી; તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભેગવાય તેમ નથી એટલે એ ભણી આપણું લક્ષ સ્વાભાવિક જતું નથી; એ કર્મ આવવાને આડે કોટ થઈ પડે છે. પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કેઈ દોષ આવી જાય તો તેનાં પ્રાયશ્ચિત્ત નિવારણ પણ મહાત્માઓએ કહ્યાં છે.
પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મટે લાભ છે; તે એ
For Private And Personal Use Only