________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
મેક્ષમાળા તેમ લેભની વૃદ્ધિ થતી જાય છે; ધર્મ સંબંધી કેટલુંક જ્ઞાન છતાં, ધર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલે પુરુષ કેઈક જ છૂટી શકે છે, વૃત્તિ એમાં જ લટકી રહે છે, પરંતુ એ વૃત્તિ કેઈ કાળે સુખદાયક કે આત્મહિતિષી થઈ નથી. જેણે એની ટૂંકી મર્યાદા કરી નહીં, તે બહોળા દુઃખના ભેગી થયા છે.
છ ખંડ સાધી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ, ચકવતી કહેવાય છે. એ સમર્થ ચક્રવતીમાં સુભમ નામે એક ચક્રવર્તી થઈ ગયું છે. એણે છ ખંડ સાધી લીધા એટલે ચક્રવર્તી પદથી તે મના; પણ એટલેથી એની મનવાંછા તૃપ્ત ન થઈ હજુ તે તરસ્યો રહ્યો. એટલે ધાતકી ખંડના છ ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. બધા ચક્રવર્તી છ ખંડ સાથે છે; અને હું પણ એટલાજ સાધું, તેમાં મહત્તા શાની ? બાર ખંડ સાધવાથી ચિરંકાળ હું નામાંકિત થઈશ; સમર્થ આજ્ઞા જીવનપર્યત એ ખડે પર મનાવી શકીશ; એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું; તે ઉપર સર્વ સૈન્યાદિકને આધાર રહ્યો હતો. ચર્મરત્નના એક હજાર દેવતા સેવક કહેવાય છે, તેમાં પ્રથમ એકે વિચાર્યું કે કોણ જાણે કેટલાંય વર્ષે આમાંથી છૂટકે થશે? માટે દેવાંગનાને તે મળી આવું, એમ ધારી તે ચાલ્યો ગયો; પછી બીજે ગમે; ત્રીજે ગ; અને એમ કરતાં કરતાં હજારે ચાલ્યા ગયા; ત્યારે ચર્મરત્ન બૂડ્યું, અશ્વ, ગજ અને સર્વ સૈન્ય સહિત સુભમ નામને તે ચક્રવતી બૂડ; પાપભાવનામાં ને પાપભાવનામાં મરીને તે અનંત દુખથી ભરેલી સાતમી
For Private And Personal Use Only