________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેક્ષમાળા
- ૭૧ એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરી ઉત્સાહ,
ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણ ધર્મ સદા પ્રતિકૂળ. તત્ત્વરૂપથી એ ઓળખે, તે જન પહોચે શાશ્વત સુખે;
શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ.
શિક્ષાપાઠ ૩. કર્મના ચમત્કાર:–
હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું; એ ઉપરથી વિચાર કરશે તે તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે.
એક જીવ સુંદર પલંગે પુષ્પશામાં શયન કરે છે, એકને ફાટેલ ગેડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભેજનેથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીને ઉપભેગ લે છે, એક ફેટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જે થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ એઢવાને મળતું નથી. એક રેગી છે, એક પ્રબળ છે, એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે, એક મનહર નયનવાળો છે, એક અંધ છે, એક લૂલે છે, એક પાંગળે છે, એક કીર્તિમાન છે, એક અપયશ ભેગવે છે, એક લાખ અનુચરે પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબા સહન કરે છે, એકને જોઈને આનંદ ઉપજે છે, એકને જતાં વમન થાય છે, એક સંપૂર્ણ ઇદ્રિવાળે છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકનાં દુઃખને કિનારે પણ નથી.
For Private And Personal Use Only