________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
મેક્ષમાળા શિક્ષાપાઠ ૧૫. ભક્તિને ઉપદેશ:–
(તોટક છંદ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિનભક્તિ પ્રહ તરુક૯પ અહે,ભજીને ભગવંત ભવંત લહે. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે;
અતિનિજરતા વણદામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહે. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે,
શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે, ભજીને ભગવંત ભવંત લહે. ૩ શુભ ભાવવડે મન શુદ્ધ કરે, નવકાર મહાપદને સમરે;
નહિ એહ સમાન સુમંત્ર કહે, ભજીને ભગવંત ભવંત લો. ૪ કરશે ક્ષય કેવળ રાગ કથા, ધરશે શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે, ભજીને ભગવંત ભવંત લહે. ૫
શિક્ષાપાઠ ૧૬. ખરી મહત્તા –
કેટલાક લક્ષમીથી કરીને મહત્તા મળે છે એમ માને છે; કેટલાક મહાન કુટુંબથી મહત્તા મળે છે એમ માને છે; કેટલાક પુત્ર વડે કરીને મહત્તા મળે છે એમ માને છે; કેટલાક અધિકારથી મહત્તા મળે છે એમ માને છે. પણ એ એમનું માનવું વિવેકથી જોતાં મિથ્યા છે. એ જેમાં મહત્તા કરાવે છે તેમાં મહત્તા નથી, પણ લઘુતા છે. લક્ષ્મીથી સંસરમાં ખાનપાન, માન અનુચરે પર આજ્ઞા, વૈભવ, એ સઘળું મળે છે અને એ મહત્તા છે, એમ તમે માનતા હશો, પણ
For Private And Personal Use Only