________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
උප
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતમાળા
શિક્ષાપાઠ ૧૪. જિનેશ્વરની ભક્તિ, ભાગ ૨ઃ
જિજ્ઞાસુ—આ સત્ય ! સિદ્ધસ્વરૂપ પામેલા તે જિનેશ્વરા તે સઘળા પૂજ્ય છે; ત્યારે નામથી ભક્તિ કરવાની કંઈ જરૂર છે ?
સત્ય—હા, અવશ્ય છે. અનત સિદ્ધસ્વરૂપને ધ્યાતા જે શુદ્ધસ્વરૂપના વિચાર થાય તે તે કાય પરંતુ એ જે જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણુ કયું ? એ વિચારતાં ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન એ સઘળાંનું સ્મરણ થશે; એઓનાં અત્તીર્થંકર પદમાં જે નામથી તેઓ વિહાર કરતા હતા તે નામથી તેએના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રા અંતઃકરણમાં ઉદય પામશે. જે ઉદય પરિણામે મહા લાભદાયક છે. જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તે કણ ? કયારે ? કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા ? એ ચરિત્રાની સ્મૃતિ થશે; અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઇત્યાદિકના ઉદય પામીએ.
જિજ્ઞાસુ-—પણુ લેાગસમાં તે ચાવીશ જિનેશ્વરનાં નામ સૂચવન કર્યાં છે ? એને હેતુ શું છે તે મને સમજાવે. સત્ય—આ કાળમાં આ ક્ષેત્રમાં જે ચેાવીશ જિનેશ્વરા થયા એમનાં નામનું સ્મરણ, ચરિત્રાનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્ત્વના લાભ થાય એ એના હેતુ છે. વૈરાગીનું ચરિત્ર વૈરાગ્ય ખાધે છે. અનંત ચાવીશીનાં અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમદ્રે આવી જાય છે. વતમાનકાળના ચેાવીશ તીર્થંકરનાં
નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનુ બહુ સૂક્ષ્મજ્ઞાન
For Private And Personal Use Only