________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા પણ સરળ દેખાવ દે છે. સમુદ્ર જેમ કયાંક બહુ ઊંડે છે, અને કયાંક ભમરીઓ ખવરાવે છે, તેમ સંસાર કામવિષયપ્રપંચાદિકમાં બહુ ઊંડે છે, તે મેહરૂપી ભમરીઓ ખવરાવે છે. ડું જળ છતાં સમુદ્રમાં જેમ ઊભા રહેવાથી કાદવમાં ખૂંપી જઈએ છીએ તેમ સંસારના લેશ પ્રસંગમાં તે તૃષ્ણ. રૂપી કાદવમાં ખૂંચવી દે છે. સમુદ્ર જેમ નાના પ્રકારના ખરાબ અને તોફાનથી નાવ કે વહાણને જોખમ પહોંચાડે છે, તેમ સ્ત્રીરૂપી ખરાબા અને કામરૂપી તોફાનથી સંસાર આત્માને જોખમ પહેચાડે છે. સમુદ્ર જેમ અગાધ જળથી શીતળ દેખાતે છતાં વડવાનળ નામના અગ્નિને તેમાં વાસ છે, તેમ સંસારમાં માયારૂપી અગ્નિ બન્યા જ કરે છે. સમુદ્ર જેમ ચોમાસામાં વધારે જળ પામીને ઊંડે ઉતરે છે, તેમ પાપરૂપી. જળ પામીને સંસાર ઊંડો ઉતરે છે, એટલે મજબુત પાયા કરતે જાય છે.
૨. સંસારને બીજી ઉપમા અગ્નિની છાજે છે. અગ્નિથી કરીને જેમ મહાતાપની ઉત્પત્તિ છે, એમ સંસારથી પણ ત્રિવિધ તાપની ઉત્પત્તિ છે. અગ્નિથી બળે જીવ જેમ મહા વિવિલાટ કરે છે તેમ સંસારથી બળેલે જીવે અનંત દુઃખરૂપ નરકથી અસહ્ય લિવિલાટ કરે છે. અગ્નિ જેમ સર્વ વસ્તુને ભક્ષ કરી જાય છે, તેમ સંસારના મુખમાં પડેલાંને તે ભક્ષ કરી જાય છે. અગ્નિમાં જેમ જેમ ઘી અને ઇંધન હેમાય છે તેમ તેમ તે વૃદ્ધિ પામે છે; તેમ સંસારમાં તીવ્ર
૧. દિ. આ. પાઠા–તેવી જ રીતે સંસારરૂપ અગ્નિમાં તીવ્ર મહિનરૂપ ઘી અને વિષયરૂપ ઈધન હોમાતાં તે વૃદ્ધિ પામે છે.
For Private And Personal Use Only