________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Sાવવું.
મોક્ષમાળા તમને એક એ પણ ભલામણ છે કે, જેઓને વાંચતાં નહીં આવડતું હોય અને તેને ઈચછા હોય તે આ પુસ્તક અનુક્રમે તેને વાંચી સંભળાવવું.
તમે જે વાતની ગમ પાળે નહીં તે ડાહ્યા પુરૂષ પાસેથી સમજી લેજે. સમજવામાં આળસ કે મનમાં શંકા કરશે નહીં.
તમારા આત્માનું આથી હિત થાય, તમને જ્ઞાન, શાંતિ અને આનંદ મળે, તમે પરેપકારી, દયાળુ, ક્ષમાવાન, વિવેકી અને બુદ્ધિશાળી થાઓ એવી શુભ યાચના અર્હત્ ભગવાન કને કરી આ પાઠ પૂર્ણ કરું છું.
શિક્ષાપાઠ ૨. સર્વમાન્યધર્મ:–
(ચોપાઈ) ધર્મતત્ત્વ જે પૂછયું મને, તે સંભળાવું સ્નેહે તને;
જે સિદ્ધાંત સકળને સાર, સર્વમાન્ય સહુને હિતકાર. ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન;
અભયદાન સાથે સંતોષ, ઘો પ્રાણીને, દળવા દેષ. સત્ય શીળ ને સઘળાં દાન, દયા હેઈને રહ્યાં પ્રમાણ;
દયા નહીં તે એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય;
સર્વ જીવનું ઈરછ સુખ, મહાવીરની શિક્ષા મુખ્ય. સવ દર્શને એ ઉપદેશ, એ એકાંતે, નહીં વિશેષ;
સર્વ પ્રકારે જિનને બાધ, દયા દયા નિર્મળ અવિધ!
For Private And Personal Use Only