________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા
૮૫
સ્વરૂપ. ૨. કાગળસ્વરૂપ. ૩. પથ્થરસ્વરૂપ. ૧. કાછસ્વરૂપ ગુરુ સર્વોત્તમ છે; કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ઠસ્વરૂપી ગુરુ જ તરે છે; અને તારી શકે છે. ૨. કાગળસ્વરૂપ ગુરુ એ મધ્યમ છે. તે સંસાર સમુદ્રને પિતે તરી શકે નહીં, પરંતુ કંઈ પુણ્ય ઉપાર્જન કરી શકે. એ બીજાને તારી શકે નહીં. ૩. પથ્થરસ્વરૂપ તે પિતે બૂડે અને પરને પણ બુડાડે. કાષ્ટસ્વરૂપ ગુરુ માત્ર વિનેશ્વર ભગવંતના શાસનમાં છે. બાકી બે પ્રકારના જે ગુરુ રહ્યા તે કર્માવરણને વૃદ્ધિ કરનાર છે. આપણે બધા ઉત્તમ વસ્તુને ચાહીએ છીએ; અને ઉત્તમથી ઉત્તમ મળી શકે છે. ગુરુ જે ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઈ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લેકાલેકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં, ત્યારે તને પ્રશ્ન કરવાની ઈચ્છા થશે કે, એવા ગુરુનાં લક્ષણ કયાં કયાં ? તે હું કહું છું. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે, અને બીજાને બેધે, કંચનકામિનીથી સર્વ ભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહારજળ લેતા હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, ક્ષાંત, દાંત, નિરારંભી અને જિતેંદ્રિય હોય, સિદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હય, ધર્મ માટે થઈને માત્ર શરીરને નિર્વાહ કરતા હોય, નિગ્રંથ પંથ પાળતાં કાયર ન હોય, સળી માત્ર પણ અદત્ત લેતા ન હોય, સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હાય, સમભાવી હોય, અને નિરાગતાથી સત્યપદેશક હેાય. ટૂંકામાં તેઓને કાષ્ઠસ્વરૂપ સદ્ગુરુ જાણવા. પુત્ર! ગુરૂના આચાર, જ્ઞાન એ સંબંધી
For Private And Personal Use Only