________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોક્ષમાળા આત્માને ધરી રાખનાર જે વસ્તુ તેનું નામ “ધર્મ” કહેવાય છે. એ ધર્મતત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્નભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય બે છે–૧ વ્યવહાર ધર્મ. ૨ નિશ્ચય ધમ.
વ્યવહાર ધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવતે તે પણ દયાની રક્ષા વાસ્તે છે. દયાના આઠ ભેદ છે. ૧. દ્રવ્યદયા. ૨. ભાવદયા. ૩. સ્વદયા. ૪. પરદયા. ૫. સ્વરૂપદયા. ૬. અનુબંધદયા ૭. વ્યવહારદયા. ૮. નિશ્ચયદયા.
૧. પ્રથમ દ્રવ્યદયા–કેઈપણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે “ દ્રવ્યદયા.” - ૨. બીજી ભાવદયા–બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપા બુદ્ધિથી ઉપદેશ આપે તે “ભાવદયા.”
૩. ત્રીજી સ્વદયા–આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી પ્રહાયો છે, તત્ત્વ પામતે નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિતવી ધર્મમાં પ્રવેશ કરે તે “સ્વદયા.”
૪. ચોથી પરદયા–છકાય જીવની રક્ષા કરવી તે “પદયા.”
૫. પાંચમી સ્વરૂપદયા–સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણ કરવી તે “સ્વરૂપદયા”
૬. છઠ્ઠી અનુબંધદયા–ગુરુ કે શિક્ષક શિષ્યને કડવાં કથનથી ઉપદેશ આપે એ દેખાવમાં તે અગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ “અનુબંધદયા.”
૭. સાતમી વ્યવહારદયા–ઉપગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ “વ્યવહારદયા.”
૮. આઠમી નિશ્ચયદયા–શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપગ તે “નિશ્ચયદયા.”
For Private And Personal Use Only