________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
s
ભાવનાબોધ
(શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્યવેગે ગયા,
છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા, ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પામ્યું અહીં પૂર્ણતા;
જ્ઞાનીનાં મન તેહ રંજન કરે, વૈરાગ્ય ભાવે યથા,
વિશેષા –પિતાની એક આંગળી અડધી દેખીને વિરાગ્યના પ્રવાહમાં જેણે પ્રવેશ કર્યો, રાજસમાજને છેડીને કેવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું, એવા તે ભરતેશ્વરનું ચરિત્ર ધારણ કરીને આ ચોથું ચિત્ર પૂર્ણતા પામ્યું. તે જે જોઈએ તે વૈરાગ્યભાવ દર્શાવીને જ્ઞાની પુરુષનાં મનને રંજન કરનાર થાઓ !
પંચમ ચિત્ર અશુચિભાવના
(ગીતિવૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રેગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ,
વિશેષાર્થ-મળ અને મૂત્રની ખાણરૂપ, રંગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણું હે ચિતન્ય ! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનત્કુમારની પેઠે તેને સફળ કર !
એ ભગવાન સનતકુમારનું ચરિત્ર અહીં આગળ અશુચિ ભાવનાની પ્રમાણિકતા બતાવવા માટે આરંભાશે.
For Private And Personal Use Only