________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
ભાવનાબેધ
મૃગ ઉપદ્રવમુક્ત થયા પછી ગહનવને જ્યાં સરોવર હાય છે ત્યાં જાય છે, તૃણપાણી આદિનું સેવન કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચારીશ. સારાંશ, એરૂપ મૃગચર્યા હું આચરીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ. અનેક સ્થળે વિચરતે યતિ મૃગની હેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ, તૃણુ જળાદિકની ગોચરી કરે તેમ યતિ ગેચરી કરીને સંયમભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં એ સંયમ હું આચરીશ.” “પ પુરા દારુહે પુત્ર! જેમ તને સુખ થાય તેમ કરે!” એમ માતા પિતાએ અનુજ્ઞા આપી. અનુજ્ઞા મળ્યા પછી મમત્વભાવ છેદીને જેમ મહા નાગ કંચુક ત્યાગી ચાલ્યો જાય છે, તેમ તે મૃગાપુત્ર સંસાર ત્યાગી સંયમધર્મમાં સાવધાન થયા. કંચન, કામિની, મિત્ર, પુત્ર, જ્ઞાતિ અને સગાંસંબંધીને પરિત્યાગી થયા. વસ્ત્રને ધુણી, જેમ રજ ખંખેરી નાખીએ તેમ તે સઘળા પ્રપંચ ત્યાગીને દીક્ષા લેવાને માટે નીકળી પડયા. પાંચ મહાવ્રતયુક્ત થયા. પંચ સમિતિથી સુશોભિત થયા. ત્રિગુખત્યાનુગુપ્ત થયા. નિરહંકારી થયા; સ્ત્રીઆદિકના સંગરહિત થયા. સર્વાત્મભૂતમાં એને સમાનભાવ થયો. આહાર જળ પ્રાપ્ત થાઓ કે ન થાઓ, સુખ ઉપજે કે દુઃખ, જીવિતવ્ય છે કે મરણ હે, કેઈ સ્તુતિ કરે કે કેઈ નિંદા કરે, કેઈમાન ઘો કે કઈ અપમાન ઘી, તે સઘળાં પર તે સમભાવી થયા. રિદ્ધિ, રસ અને સુખ એ ત્રિગારવના અહપદથી તે વિરક્ત થયા.
For Private And Personal Use Only