________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ
૩૫ જ કે? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને માટે જે જે પાપ કર્યા તે તે મારા આત્માએ ભેગવવાં જ કે? તે પણ એકલાએ જ કે ? એમાં કઈ સહીયારી નહીં જ કે ? નહીં નહીં. એ અન્યત્વ-ભાવવાળા માટે થઈને હું મમત્વભાવ દર્શાવી આત્માને અનહિતૈષી થઈ એને રૌદ્ર નરકનો ભક્તા કરું એ જેવું કયું અજ્ઞાન છે? એવી કઈબ્રમણ છે? એ કે અવિવેક છે? ત્રેશઠશલાકા પુરુષેમાને હું એક ગણાય; ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને બઈ બેસું, એ કેવળ અયુક્ત છે, એ પુત્રોને, એ પ્રમદાઓન એ રાજવૈભવનો અને એ વાહનાદિક સુખને મારે કશે અનુરાગ નથી ! મમત્વ નથી!”
વૈરાગ્યનું રાજરાજેશ્વર ભરતના અંતઃકરણમાં આવું ચિત્ર પડ્યું કે તિમિર પટ ટળી ગયું. શુકલધ્યાન પ્રાપ્ત થયું. અશેષ કર્મ બળીને ભસ્મીભૂત થયાં !! મહા દિવ્ય અને સહસ-કિરણથી પણ અનુપમ કાંતિમાન કેવળજ્ઞાન પ્રગટ થયું. તે જ વેળા એણે પંચમુષ્ટિ કેશલેચન કર્યું. શાસનદેવીએ એને સંતસાજ આપ્યું અને તે મહા વિરાગી સર્વજ્ઞ સર્વ દશી થઈ, ચતુતિ, ચેવિશ દંડક, તેમજ આધિ, વ્યાધિ, અને ઉપાધિથી વિરક્ત થયે. ચપળ સંસારના સકળ સુખવિલાસથી એણે નિવૃત્તિ કરી, પ્રિયાપ્રિય ગયું અને તે નિરંતર સ્તવવાયેગ્ય પરમાત્મા થયે.
પ્રમાણુશિક્ષા–એમ એ છ ખંડને પ્રભુ, દેવના દેવ જે અઢળક સામ્રાજ્ય લક્ષમીને ભક્તા, મહાયુને ધણું, અનેક રત્નની યુક્તતા ધરાવનાર, રાજરાજેશ્વર ભરત આદર્શ.
For Private And Personal Use Only