________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ સ્મૃતિ ઉપજવાથી તે મૃગાપુત્ર, મહા રિદ્ધિના ભક્તા, પૂર્વના ચારિત્રના સ્મરણને પણ પામ્યા. શીઘ્રમેવ તે વિષયને વિષે અણુરાચતા થયા; સંયમને વિષે રાચતા થયા. માતા પિતાની સમીપે આવીને તે બોલ્યા કે “પૂર્વભવને વિષે મેં પાંચ મહાવ્રતને સાંભળ્યાં હતાં. નરકને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં, તિર્યંચને વિષે જે અનંત દુઃખ છે તે પણ મેં સાંભળ્યાં હતાં. એ અનંત દુખથી ખેદ પામીને હું તેનાથી નિવર્તવાને અભિલાષી થયે છું. સંસારરૂપી સમુદ્રથી પાર પામવા માટે હે ગુરુજને ! મને તે પાંચ મહાવ્રત ધારણ કરવાની અનુજ્ઞા દ્યો.” - કુમારનાં નિવૃત્તિથી ભરેલાં વચન સાંભળીને માતા પિતાએ ભેગ ભેગવાનું આમંત્રણ કર્યું. આમંત્રણ વચનથી ખેદ પામીને મૃગાપુત્ર એમ કહે છે કે “અહે માત! અને અહે તાત! જે ભેગેનું તમે મને આમંત્રણ કરે છે તે ભેગ મેં ભગવ્યા, તે ભેગ વિષફળ–કિપાકવૃક્ષનાં ફળની ઉપમાથી યુક્ત છે. ભગવ્યા પછી કડવા વિપાકને આપે છે. સદેવ દુઃખત્પત્તિનાં કારણ છે. આ શરીર છે તે અનિત્ય અને કેવળ અશુચિમય છે, અશુચિથી ઉત્પન્ન થયું છે; જીવનો એ અશાશ્વત વાસ છે; અનંત દુઃખને હેતુ છે; રેગ, જ, અને કલેશાદિકનું એ શરીર ભાજન છે, એ શરીરને વિષે હું કેમ રતિ કરું? બાળપણે એ શરીર છાંડવું છે કે વૃદ્ધપણે એવો જેને નિયમ નથી. આ શરીર પાણુના ફીણના બુદ્દબુદા જેવું છે; એવા શરીરને વિષે સ્નેહ કેમ ચગ્ય હોય? મનુષ્યત્વમાં એ શરીર પામીને કોઢ જવર વગેરે વ્યાધિને તેમજ જરા મરણને વિષે પ્રહાવું રહ્યું છે, તેમાં હું કેમ પ્રેમ બાંધુ ?
For Private And Personal Use Only