________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ
૪૩ દષ્ટાંતા–નાના પ્રકારનાં મનહર વૃક્ષથી ભરેલાં ઉદ્યાનો વડે સુગ્રીવ એ નામે એક સુશોભિત નગર છે. તે નગરના રાજ્યાસનપર બલભદ્ર એ નામે એક રાજા થયે, તેની પ્રિયવંદા પટરાણીનું નામ મૃગા હતું. એ પતિપત્નીથી બલશ્રી નામે એક કુમારે જન્મ લીધો હતો; મૃગાપુત્ર એવું એનું પ્રખ્યાત નામ હતું. જનકજનેતાને તે અતિ વલ્લભ હતા. એ યુવરાજ ગૃહસ્થાશ્રમમાં રહ્યાં છતાં સંયતિના ગુણને પામ્યા હતા; એથી કરીને દમીશ્વર એટલે યતિમાં અગ્રેસર ગણાવા એગ્ય હતા. તે મૃગાપુત્ર શિખરબંધ આનંદકારી પ્રાસાદને વિષે પોતાની પ્રાણપ્રિયા સહિત દેગુંદક દેવતાની પેરે વિલાસ કરતા હતા. નિરંતર પ્રમોદ સહિત મનથી વર્તતા હતા. ચંદ્રકાંતાદિક મણિ તેમજ વિવિધ રત્નથી પ્રાસાદને પટશાળ જડિત હતે. એક દિવસને સમયે તે કુમાર પિતાના ગોખને વિષે રહ્યા હતા. ત્યાં નગરનું નિરીક્ષણ પરિપૂર્ણ થતું હતું. જ્યાં ચાર રાજમાર્ગ એકત્વને પામતા હતા, એવા ચોકમાં ત્રણ રાજમાર્ગ એકઠા મન્યા છે ત્યાં તેની દષ્ટિ દેડી. મહા તપ, મહા નિયમ, મહા સંયમ, મહા શીલ, અને મહા ગુણના ધામરૂપ એક શાંત તપસ્વી સાધુને ત્યાં તેણે જોયા. જેમ જેમ વેળા થતી જાય છે, તેમ તેમ તે મુનિને મૃગાપુત્ર નિરખી નિરખીને જુએ છે.
એ નિરીક્ષણ ઉપરથી તે એમ બેલ્યા જાણું છું કે આવું રૂપ મેં ક્યાંક દીઠું છે; અને એમ બેલતાં બોલતાં તે કુમાર શેનિક પરિણામને પામ્યા. મેહપટ ટળ્યું; ને ઉપશમતા પામ્યા. જાતિસ્મૃતિજ્ઞાન પ્રકાશિત થયું. પૂર્વિત જાતિની
For Private And Personal Use Only