________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબોધ વિપ્રઃ–પણ આ જે ! અગ્નિ ને વાયુના મિશ્રથી તારું નગર, તારાં અંતઃપુર, અને મંદિરે બળે છે, માટે ત્યાં જ અને તે અગ્નિને શાંત કર.
નમિરાજ –હે વિપ્ર ! મિથિલા નગરીના, તે અંતઃપુરના અને તે મંદિરના દાઝવાથી મારું કંઈ પણ દાઝતું નથી; જેમ સુત્પત્તિ છે તેમ હું વર્તુ . એ મંદિરાદિકમાં મારું અલ્પ માત્ર પણ નથી. મેં પુત્ર, સ્ત્રી આદિકના વ્યવહારને છાંડયો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી.
વિપ્ર --પણ હે રાજા! તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પળ, કેઠા, અને કમાડ ભેગળ કરાવીને અને શતલ્લી ખાઈ કરાવીને ત્યાર પછી જજે.
નમિરાજ –(હેતુ કારણ છે ) હે વિપ્ર ! શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સમ્પરરૂપી ભેગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ; શુભ મનોગરૂપ કોઠા કરીશ, વચનગરૂપ ખાઈ કરીશ, કાયાગરૂપ શતશ્રી કરીશ. પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ; ઈર્યાસમિતિરૂપ પણ છ કરીશ, ધીરજરૂપ કમાન સહાવાની મુઠી કરીશ; સત્યરૂપી ચાપવડે કરીને ધનુષ્યને બાંધીશ; તારૂપ બાણ કરીશ; કર્મરૂપી વૈરીની સેનાને ભેદીશ; લૌકિક સંગ્રામની મને રૂચિ નથી. હું માત્ર તેવા ભાવસંગ્રામને ચાહું છું.
વિપ્રઃ—(હેતુ કારણ પ્રે.) હે રાજા! શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદિ મુકાવીને તળાવમાં
૧. હેતુ અને કારણથી પ્રેરાયેલા.
For Private And Personal Use Only