________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨.
અગા સૂક્ષ્મ રીતે કાર ખુલ્લાં
ભાવનાબેધ ભુવનમાં વસ્ત્રાભૂષણથી વિભૂષિત થઈ મનહર સિંહાસન પર બેઠે હતા. ચારે બાજુનાં દ્વાર ખુલેલાં હતાં. નાના પ્રકારના ધૂપને ધૂમ્ર સૂમ રીતે પ્રસરી રહ્યો હતો; નાના પ્રકારના સુગંધી પદાર્થો ધમધમી રહ્યા હતા; નાના પ્રકારનાં સુસ્વરયુક્ત વાજિંત્રો યાંત્રિક કળાવડે સ્વર ખેંચી રહ્યાં હતાં; શીતલ મંદ અને સુગંધી એમ ત્રિવિધ વાયુની લહરીઓ છૂટતી હતી; આભૂષણાદિક પદાર્થોનું નિરીક્ષણ કરતાં કરતાં એ શ્રીમાન રાજરાજેશ્વર ભરત તે ભુવનમાં અપૂર્વતાને પામે.
એના હાથની એક આંગળીમાંથી વીંટી નીકળી પડી. ભરતનું ધ્યાન તે ભણ ખેંચાયું; અને આંગળી કેવળ અડવી જણાઈ નવ આંગળીએ વીંટીવડે કરીને જે મનોહરતા ધરાવતી હતી તે મનેહરતા વિના આ આંગળી પરથી ભરતેશ્વરને અદ્દભુત મૂળત્તર વિચારની પ્રેરણા થઈ શા કારણથી આ આંગળી આવી લાગવી જોઈએ? એ વિચાર કરતાં વીંટીનું નીકળી પડવું એ કારણ એમ તેને સમજાયું. તે વાતને વિશેષ પ્રમાણભૂત કરવા બીજી આંગળીની વીંટી તેણે ખેંચી લીધી. એ બીજી આંગળીમાંથી જેવી વીંટી નીકળી તેવી તે આંગળી અશલ્ય દેખાઈ, વળી એ વાતને સિદ્ધ કરવાને તેણે ત્રીજી આંગળીમાંથી પણ વીંટી સેરવી લીધી, એથી વિશેષ પ્રમાણ થયું. વળી એથી આંગળીમાંથી વીંટી કાઢી લીધી એટલે એણે પણ એવો જ દેખાવ દીધે; એમ અનુક્રમે દશે આંગળીઓ અડવી કરી મૂકી. અડવી થઈ જવાથી સઘળીને દેખાવ અશભ્ય દેખાયે. અત્ર્ય દેખાવાથી રાજરાજેશ્વર અન્યત્વભાવનામાં ગદગદિત થઈ એમ બે –
For Private And Personal Use Only