________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ ઘસે; કાં ખળભળાટ કરે છે? મારાથી એ ખળભળાટ સહન થઈ શકતું નથી. એક મહાવ્યાધિથી હું પ્રહાયે છું; અને આ બીજો વ્યાધિતુલ્ય કેલાહલ થાય છે, તે અસહ્ય છે. સઘળી રાણુઓએ એકેકું કંકણ મંગળ દાખલ રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો એટલે તે ખળભળાટ શાંત થયે; નમિરાજે રાણીઓને કહ્યું: “તમે શું ચંદન ઘસવું બંધ કર્યું ?” રાણુઓએ જણાવ્યું કે “ના. માત્ર કોલાહલ શાંત થવા માટે એકેકું કંકણ રાખી, બીજાં કંકણ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. કંકણને સમૂહ હવે અમે હાથમાં રાખે નથી, તેથી ખળભળાટ થતું નથી. ” રાણુઓનાં આટલાં વચને સાંભળ્યાં ત્યાં તે નમિરાજને રોમેરોમ એકત્વ સિદ્ધ થયું; વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું. “ખરે! ઝાઝાં મન્ચે ઝાઝી ઉપાધિ જણાય છે. હવે જે આ એક કંકણથી લેશ માત્ર પણ ખળભળાટ થતું નથી; કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એ ખળભળાટ થતું હતું. અહે ચેતન ! તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભેગવવાનું શું અવશ્ય છે? તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર.જે! આ એક કંકણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે? અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભગવતું હતું? તેવી જ રીતે તું પણ કંકણુરૂપ છે. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબીરૂપી કંકણુસમુદાયમાં પડ્યો રહીશ ત્યાંસુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે અને જે આ કંકણુની વર્તમાન સ્થિતિની
For Private And Personal Use Only