________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવનાબેધ
મુનિનાં વચનથી રાજા અતિ આકુળ અને અતિ વિસ્મિત થયે. કઈ કાળે જે વચનનું શ્રવણ થયું નથી એવાં વચનનું યતિમુખપ્રતિથી શ્રવણ થયું એથી તે શંકાગ્રસ્ત થયો. “હું અનેક પ્રકારના અશ્વને ભેગી છું, અનેક પ્રકારના મદોન્મત્ત હાથીએનો ધણું છું, અનેક પ્રકારની સેના અને આધીન છે; નગર અંતઃપુર અને ગ્રામ ચતુષ્પાદની મારે કંઈ ન્યૂનતા નથી; મનુષ્ય સંબંધી સઘળા પ્રકારના ભેગે મને પ્રાપ્ત છે. અનુચરો મારી આજ્ઞાને રૂડી રીતે આરાધે છે; પાંચ પ્રકારની સંપત્તિ મારે ઘેર છે; સર્વ મનવાંછિત વસ્તુઓ મારી સમીપે રહે છે. આવો હું જાજ્વલ્યમાન છતાં અનાથ કેમ હાઉં? રખે હે ભગવન? તમે મૃષા બેલતા હે.” મુનિએ કહ્યું: “હે રાજા! મારા કહેલા અર્થની ઉપપત્તિને તું બરાબર સમજ નથી. તું પિતે અનાથ છે, પરતું તે સંબંધી તારી અજ્ઞતા છે. હવે હું કહું છું. તે અવ્ય અને સાવધાન ચિત્ત કરીને તું સાંભળ, સાંભળીને પછી તારી શંકાને સત્યાસત્ય નિર્ણય કરજે. મેં પિતે જે અનાથપણાથી મુનિત્વ અંગીકૃત કર્યું છે તે હું પ્રથમ તને કહું છું.”
કૌશંબી નામે અતિ જીર્ણ અને વિવિધ પ્રકારના ભેદની ઉપજાવનારી એક સુંદર નગરી છે. ત્યાં રિદ્ધિથી પરિપૂર્ણ ધનસંચય નામને મારે પિતા રહેતો હતો. પ્રથમ યૌવનવયને વિષે હે મહારાજા! અતુલ્ય અને ઉપમા રહિત મારી આંખને વિષે વેદના ઉત્પન્ન થઈ. દુઃખપ્રદ દાહવર આખે શરીરે પ્રવર્તમાન થયે. શસ્ત્રથી પણ અતિશય તી તે રેગ વૈરીની પિઠે મારાપર કપાયમાન થયા. મારું મસ્તક તે આંખની
For Private And Personal Use Only