________________
( શ્રી ભગવતીસૂત્ર સાર સંગ્રહના ભાગ ૧-૨ દળદાર ગ્રન્થરૂપે આ પહેલા પ્રગટ થઈ ચૂક્યા છે અને હવે આ ત્રીજો ભાગ પણ લગભગ ૬૦૦ પૃષ્ઠોને દળદાર–આકરગ્રન્થ તરીકે પ્રગટ થઈ જિજ્ઞાસુઓના કરકમળમાં રજૂ થઈ રહ્યો છે.
| વિક્રર્ય પંન્યાસજી શ્રી પૂર્ણનન્દવિજયજી ગણીવરને તાત્વિક વિષયને સરળ અને સાદી ભાષા શૈલીમાં રજૂ કરવાની કળા હસ્તગત થઈ છે, જેથી પ્રથમના બંને ભાગની જેમ આ તૃતીય ભાગ પણ આ વિષયના જિજ્ઞાસુઓને ખૂબ જ ગમી જશે એ હકીકત છે.
શ્રી ભગવતીજી સૂત્ર એટલે દ્રવ્યાનુયોગને અજોડ ખજાને. મુખ્યત્વે ભગવતીજીમાં દ્રવ્યાદિ પદાર્થોની ઝીણવટભરી તારિક ચર્ચા–વિચારણા કરવામાં આવી છે, જે કે આમાં ગણિતાનુગ, ચરણકરણાનુગ અને કથાનુગ પણ પ્રસંગે પ્રસંગે નજરે ચડે છે, પણ તે ગૌણ છે.
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહના પહેલા, બીજા તથા આ ત્રીજા ભાગમાં પ્રથમ શતકથી લઈ વીસ શતક સુધીનું વિશદ વિવેચન કરવામાં આવ્યું છે. જ્યાં જેવું વિવેચન કરવું ઘટે ત્યાં તેવું વિશિષ્ટ વિવેચન પંન્યાસપ્રવરજીએ કર્યું છે અને જ્યાં ટૂંકાવવું જોઈએ ત્યાં ટૂંકાવ્યું પણ છે.
શ્રી ભગવતીજી સૂત્ર જેવા જટિલ અને ગહન વિષય પર કલમ ચલાવવી એ કંઈ સામાન્ય સાધુનું કામ નથી, તે તેના ઉપર લોકભાગ્ય અને વિદ્વદુર્ભાગ્ય શૈલિમાં અને તેમાં પણ