________________
ઉત્તર–(કાવાર્થ ii નો ઇi નો જાણું) અનંગ પ્રવિણ શ્રતરૂપ હેવાને કારણે આવશ્યક સૂત્ર અક અંગરૂપ પણ નથી, અને અનેક અંગરૂપ પણ નથી. (નો સુયા) તે એક શ્રેતરૂપ જ છે. અનેક શ્રતરૂપ નથી, (વંધા ની તૈયા) તે એક સ્કંધરૂપ છે, અનેક સ્કંધરૂપ નથી, તો શન્સ, અશ્વઘાડું) તે ૬ અધ્યયનવાળ હોવાને લીધે તેને એક અધ્યયનવાળું કહી શકાય નહીં, પણ અનેક અધ્યયનવાળું કહી શકાય. (નો કો, નો ઉદ્દેT) તે એક ઉદ્દેશરૂપ પણ નથી અને અનેક ઉદ્શરૂપ પણ નથી. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-આવશ્યક સૂત્ર એક શ્રુતસ્કંધાત્મક અને છ અધ્યયનવાળું છે, તે એક અંગરૂપ પણ નથી અને અનેક અંગરૂપ પણ નથી, તે અનેક ગ્રુતસ્કંધરૂપ પણ નથી, તે એક અધ્યયનાત્મક પણ નથી, અને એક અથવા અનેક ઉદ્શરૂપ પણ નથી.
શકા–“આવશ્યક સૂત્ર એક અંગરૂપ છે? કે અનેક અંગરૂ૫ છે ?” આ બે પ્રશ્નો અહીં પૂછવા જોઈતા ન હતા, કારણ કે આપે જ આગળ એવી વાત કરી
છે કે આવશ્યક સૂત્રને નદિસૂત્રમાં અનંગ પ્રવિણ (અંગબાહ્ય) સૂત્રરૂપે કહેવામાં આવ્યું છે. વળો આ ગ્રન્થના ત્રીજા સૂત્રમાં જ “કં પુખ પદૃવળ પદુર શi
વિદુર શgો” આ સત્રાંશ દ્વારા પણ આવશ્યક સૂત્રને અનંગ પ્રવિણ શ્રત રૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. આ રીતે તેને અનંગપ્રવિણ શ્રતરૂપ પ્રકટ કર્યા બાદ ઉપર્યુકત બે પ્રશ્નો શું અસ્થાને નથી? આ પ્રકારના પ્રશ્ન ફરી પૂછવામાં શું પુનરુકિત દોષની સંભાવના રહેતી નથી?
ઉત્તર-નન્તિસૂત્રમાં આવશ્યક સૂત્રને અનંગ પ્રવિણ શ્રતરૂપ કહેવામાં આવ્યું છે, તેથી આ સુત્રને અનુલક્ષીને અંગત્ય વિષયક જે બે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, તે પ્રશ્નને અયુકત ગણવા તે ઉચિત નથી, કારણ કે એ કેઈ નિયમ તે નથી
જ કે પહેલાં નન્દિસુત્રનું વ્યાખ્યાન (કથન) કર્યા બાદ આ સૂત્રનું વ્યાખ્યાન કરવું ન જોઈએ. કદાચ એવું પણ સંભવી શકે છે કે પહેલાં આ અનુગ દ્વાર સૂત્રનું વ્યાખ્યાન કરીને ત્યારબાદ વ્યાખ્યાતા નદિસૂત્રનું વ્યાખ્યાન પણ કરે.
વળી એવું જ માની લેવામાં આવે કે નન્દિસૂત્રમાં આ સૂત્ર (આવશ્યક સૂત્ર) ની અંગબાહ્યતાને નિર્ણય થઈ ગયો હોવાથી–અગત્વ વિષયક જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે નિરર્થક લાગે છે, એવી પરિસ્થિતિમાં તે “a fથના ” ઈત્યાદિ ત્રીજા સુત્રને ઉપન્યાસ જ નિરર્થક બની જશે. નાદિસૂત્ર અને અનુગદ્વારસૂત્રમાં પાર્વાપર્ય ભાવને સદૂભાવ નથી, તેથી તેને અનુલક્ષીને અંગત્વ વિષયક જે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે ઉચિત જ છે.
શંકા-મંગળનિમિત્તની અપેક્ષાએ તે નન્દ્રિસૂત્ર જ પ્રથમ વ્યાખ્યાન કરવા યોગ્ય છે, તે કારણે તે બન્નેમાં પર્વાપર્ય ભાવને સદૂભાવ પણ સંભવી શકે છે.
ઉત્તર–એવી વાત પણ નથી, કારણ કે નન્દિસૂત્રમાં પણ પાંચ જ્ઞાનના કથનથી જેવી મંગળતાને સદૂભાવ છે, એવી જ મંગળવાને આ સૂત્રમાં પણ સદૂભાવ છે,
અનુયોગ દ્વારા સુત્રમ
૧૯