________________
નવાળા મનુષ્યની ઊંચાઈ તેના ૧૦૮ આંગળપ્રમાણ હોય છે. આ સંસ્થાન બધાં સંસ્થામાં મુખ ( ૪) ગણાય છે. અને આ સંસ્થાન પંચેન્દ્રિય જીવના શરીરના એક આકારવિશેષ રૂપ હોય છે.
ન્યોધમંડલસંસ્થાન-વડના વૃક્ષને ન્યગ્રોધ કહે છે. તે વડના જેવું છે સંસ્થાન (આકાર) હોય છે તે સંસ્થાનનું નામ ન્યગ્રોધમંડલસંસ્થાન છે. જેમ વડને ઉપરનો ભાગ સંપૂર્ણ અવયવાળ હોય છે, પણ નીચે એ હેતે નથી, એ જ પ્રમાણે આ સંસ્થાન નાભિથી ઉપરના ભાગમાં ઘણા વિસ્તાર વાળું હોય છે, પરંતુ નાભિની નીચેના ભાગમાં ન્યૂનાધિક પ્રમાણુવાળું હોય છે. માટે આ પ્રકારના સંસ્થાનનું નામ ન્યોધમડલ સંસ્થાન છે.
સાદિસંસ્થાન નાભિની નીચેને જે ઉન્મેષ નામને શરીરને ભાગ છે, તેને અહીં “આદિલ્મ પદ વડે ગ્રહણ કરવામાં આવેલ છે. નાભિથી નીરોને જે ભાગ કાયરૂપ આદિની સાથે રહે છે તેનું નામ “સાદિ” છે. જો કે સમસ્ત શરીર આદિ સહિત જ હોય છે, છતાં પણ અહીં જે સાદિ વિશેષણ લગાડવામાં આવ્યું છે, તે અન્યથાનુપપત્તિના બળથી વિશિષ્ટ પ્રમાણુ લક્ષણપત આદિ વડે જ સંબંધિત હોય છે. તેથી જ તેને ઉત્સધ બહલ કહ્યું છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે સંસ્થાનમાં નાભિની નીચેનો ભાગ ઘણા વિસ્તારવાળો હોય, પરંતુ નાભિની ઉપને ભાગ હીન પમાણુવાળો હોય છે, તે સંસ્થાનને સાદિ સંસ્થાન કહે છે.
મુજસંસ્થાન-જે સંસ્થાનમાં શિર, ગ્રીવા, હાથ, પગ આદિ અંગો શાસ્ત્રોક્ત પ્રમાણુવાળાં હોય, પરન્તુ ઉદર આદિ અંગે યથાત પ્રમાણથી વિહીન હોય છે, તે સંસ્થાનને કુસંસ્થાન કહે છે.
વામન સંસ્થાન-જે સંસ્થાનમાં હૃદય, પેટ, અને પીઠ, આ અંગે સમસ્ત લક્ષણોથી યુક્ત હોય છે, પરંતુ બાકીનાં અવયે હીન લક્ષણવાળાં હોય છે, તે સંસ્થાનને વામન સંસ્થાન કહે છે. આ સંસ્થાન કુજ સંસ્થાન કરતાં વિપરીત લક્ષણવાળું હોય છે.
હુંડસંસ્થાન-જે સંસ્થાનમાં શરીરનાં બધા અવયે યક્ત લક્ષણેવાળાં હોવાને બદલે વિપરીત લક્ષવાળાં હોય છે, તે સંસ્થાનને હુડ સંસ્થાન કહે છે.
અનુયોગ દ્વાર સુત્રમ
૨૦૯