________________
ભવનુ) જેનું આયુષ્ય નષ્ટ થઈ ગયું હોય છે એવા જીવને પણ અનાયુષ્ય કહી શકાય છે. પરંતુ એવા અનાયુષ્યની વાત અહી કરવામાં આવી નથી અહીં તે એવા અનાયુષ્કની વાત કરવામાં આવી છે કે જેના આયુકમને સદંતર ક્ષય થઈ ચુક હોવાને કારણે જે નિરાયુષ્ક બની ગયેલ છે એટલે કે અહીં નિરાયુષ્ક (આયુષ્યરહિત) જીવને જ અનાયુષ્ક પદ વડે ગ્રહણ કરવામાં આવેલ છે. કદાચ અહી કે એવી શંકા ઉઠાવે કે એવી નિરાયુષ્ક અવસ્થા તે જીવની શૈલેશી અવસ્થામાં થઈ જાય છે, પરંતુ આ અવસ્થાવાળો છવ સંપૂર્ણ રૂપે નિરાયુષ્ક બનતું નથી, છતાં પણ “નિરાયુષ્ક' આ નામને પ્રોગ, ડું આયુ બાકી હોવા છતાં પણ ઔપચારિક રૂપે કરવામાં આવે છે. આ આશંકાને દૂર કરવાને માટે સૂત્રકારે “ક્ષીણાયુષ્ક” પદ મૂકયું છે તેથી આત્માને અનાયુષ્ક, અને નિરાયુષ્ક રૂપે ત્યારે જ ગણી શકાય કે જયારે આયુકર્મને સંપૂર્ણપણે ક્ષય થઈ ગયું હોય છે. (ગાયુHવકુ) આ પ્રકારે આયુકમને સર્વથા અભાવ થઈ જવાથી આત્માનાં ક્ષણનેરકાયુષ્ક અહિ ઉપર્યુક્ત નામે નિપન્ન થાય છે.
- હવે નામકર્મના ક્ષયથી આત્માના જે જે નામો નિષ્પન્ન થાય છે, તે નામેની સૂત્રકાર પ્રરૂપણ કરે છે–
(જજ્ઞાસાનોવંજવંધાલંદાવનસંટાળગળેનસિંઘાવિ મુ) નામકર્મના નીચે પ્રમાણે બે મુખ્ય ભેદ કહ્યા છે. (૧) શુભનામકર્મ અને (૨) અશુભનામકર્મ. પરંતુ વિશેષ રૂપે વિચાર કરવામાં આવે તે ગતિ, જાતિ, શરીર, અંગે પાંગ આદિના ભેદથી નામ કમના ૪૨ ભેદ પડે છે, તથા આ ૪૨ ભેદે સિવાયના કેટલાક વધુ ભેદ પણ પડે છે તેના આ સઘળા ભેદ વિષેની માહિતી અન્ય શાસ્ત્રોમાંથી મેળવી લેવી અહીં તે સૂત્રકારે આ નામકર્મને ક્ષય થઈ જવાથી આત્માના જે જે નામો નિષ્પન્ન થાય છે તેમનું જ કથન કર્યું છે. નારક આદિ ચાર ગતિઓની પ્રાપ્તિના કારણભૂત જે કર્મ છે તેનું નામ ગતિનામકર્મ છે એકેન્દ્રિય આદિ પાંચ જાતિના કારણભૂત જે કર્મ છે તેને જાતિનામકર્મ કહે છે. ઔદારિક આદિ શરીરના કારણરૂપ છે કમ છે તેનું નામ શરીરનામકમ છે. ઔદારિક અંગોપાંગ, વૈદિય અગપાંગ અને આહારક અંગોપાંગની રચનાના કારણભૂત જે કર્મ છે તેને અંગે પાંગ નામકમ કહે છે. જેવી રીતે કાષ્ઠાદિને ટુકડાઓને લાખ આદિ દ્રવ્ય વડે પરસ્પરની સાથે જોડવામાં આવે છે, એ જ પ્રમાણે પાંચ દારિક શરીર આદિના પુદ્ગલેને પરસ્પરની સાથે જોડનારું જે કર્મ છે તેનું નામ બધન નામ કર્મ છે, યોગ્ય કાઇને વીણી વીણીને ગોઠવનાર કારીગર (સુથાર)ની જેમ, એજ કર્મ પુદ્ગલેને પરસ્પરની સાથે બાંધવાને માટે અન્ય સાંનિધ્ય રૂપ સંઘાતમાં જે કર્મ કારણભૂત બને છે એટલે કે બદ્ધ પુલેને શરીરના વિવિધ આકારમાં ગોઠવનારૂં (સ્થાપિત કરનારું) જે કર્મ છે તેનું નામ સંઘાત કર્મ છે. જેવી રીતે કમાડ આદિનાં પાટિયાંએાને લેઢાની પાટી પરસ્પરની સાથે બાંધી દે છે, એજ પ્રમાણે ઔદારિક શરીરનાં હાડકાંઓને પરસ્પરની સાથે બાંધી દેનારું જે કમ છે તેને સંહનન નામકર્મ કહે છે એટલે કે આ નામકમ અસ્થિબંધની વિશિષ્ટ રચના રૂપ હોય છે. જે કમ અવયની વિશિષ્ટ રચના રૂપે શરીરની આકૃતિ બનાવવામાં કારણભૂત બને છે તે કર્મનું નામ સંસ્થાન નામકર્મ છે. આ સંસ્થાન નામકર્મ સમચતુસ્ત્રાદિ સંસ્થાનમાં કારણભૂત બને
અનુયોગ દ્વાર સુત્રમ
૨૪૧