________________
તરતમ ભાવની અપેક્ષાએ અને નિમિત્ત ભેદની અપેક્ષાએ ચારિત્રના સામાયિક આદિ પાંચ વિભાગ પાડવામાં આવ્યા છે. તેનું વધુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેસમ્યકત્વ, જ્ઞાન, સંયમ અને તપની સાથે અજ્ય સ્થાપિત કરવાની-એટલે કે સમભાવમાં સ્થિર રહેવાને માટે સમસ્ત અશુદ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાની આત્મપરિણામોની વૃત્તિ રાખવી તેનું નામ સામાયિક છે આ સામાયિક ચારિત્રની પ્રાપ્તિનું નામ સામાયિક ચારિત્ર લબ્ધિ છે. સામાયિક ચારિત્રની આરાધનામાં રાગદ્વેષને નિરોધ કરીને સઘળાં આવશ્યક કતમાં સદા સમભાવ જ રાખવું પડે છે. તેને નિયતકાળ અને અનિયતકાળ રૂ૫ બે ભે છે જેમને સમય નિશ્ચિત છે એવાં સ્વાધ્યાય આદિને નિયતકાળ સામાયિક કહે છે. જેમને સમય નિયત નથી એવા ઈર્યાપથ આદિને અનિ. થતકાળ સામાયિક કહે છે. જેમ અહિંસાવતને સઘળાં વ્રતનું મૂળ માનવામાં આવે છે, એ જ પ્રમાણે સામાયિક ચારિત્રને સઘળાં ચારિત્રનું મૂળ માનવામાં આવે છે. “હું જીવનપર્યન્ત સર્વ સાવવગેથી વિરત થઉં છું આ એક વ્રતમાં સમાવેશ થઈ જવાને કારણે સામાયિક વ્રતને એક જ વ્રત ગણવામાં આવ્યું છે. અને એ જ એક વ્રત પાંચ રૂપે વિવક્ષિત થવાને કારણે છેદે સ્થાપના ચારિત્ર કહેવાય છે. પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ્ટ શ્રતને અભ્યાસ કરી લીધા બાદ વિશેષશુદ્ધિને નિમિત્તે જે જીવનપર્યાની પુનઃ દીક્ષા લેવામાં આવે છે અને પ્રથમ લીધેલી દીક્ષાનો છેદ કરીને ત્યાગ કરીને) ફરી નવેસરથી જે દીક્ષાનું આરોપણ કરવામાં આવે છે, તેનું નામ છે પસ્થાપન ચારિત્ર છે. જેમાં વિશિષ્ટ પ્રકારના ત૫: પ્રધાન આચારનું પાલન કરવામાં આવે છે, તેનું નામ પરિહારવિશુદ્ધિ ચારિત્ર છે. જે ચારિત્રમાં ક્રોધાદિ કષાયોને ઉદય રહે તે નથી, પરંતુ લોભને અંશ અતિ સૂક્ષમ પ્રમાણમાં બાકી રહી જાય છે એવા ચારિત્રનું નામ સૂકમ સં૫રાય ચારિત્ર છે. દસમાં ગુણસ્થાનમાં જ આ ચારિ. ત્રને સદૂભાવ રહે છે અંશતઃ ચારિત્ર અથવા દેશચારિત્રને ચારિત્રાચારિત્ર કહે છે. અનન્તાનુબંધી આદિ આઠ પ્રકારના કષાયના ક્ષપશમ આદિથી તેને આવિર્ભાવ થાય છે. સર્વવિરતિ રૂપ ચારિત્ર અનન્તાનુબંધી આદિ ૧૨ પ્રકારના કષાયના ક્ષપશમ આદિથી આવિબૂત (પ્રકટ) થાય છે. અન્તરાય કમના પ્રકાર રૂપ દાનાન્તરાય, લાભાન્તરાય, ભેગાન્તરાય, ઉપભોગાનરાય અને વર્યાન્તરાય કર્મના ક્ષપશમથી અનુક્રમે દાનલબ્ધિ, લાભલબ્ધિ, ઉપગલબ્ધિ અને વીર્યલબ્ધિની પ્રાપ્તિ થાય છે. એ જ પ્રમાણે શ્રોત્રેન્દ્રિયથી લઈને સ્પર્શેન્દ્રિયલબ્ધિ પર્વતની પણ પાંચ લબ્ધિઓ કહી છે. આ પાંચે લબ્ધિઓ દ્રન્દ્રિયની અપેક્ષાએ કહી નથી, પણ ભાવે
અનુયોગ દ્વાર સુત્રમ
૨૫૦