________________
ક્ષાપશમિક અને પરિણામિક આ ચાર ભાવના સંગથી નિષ્પન થયેલ ચેથે ભંગ આ બને ભગે પણ ચારે ગતિઓમાં પ્રાપ્ત થાય છે. તેમજ પાંચે ભાવોના સંયોગથી નિષ્પન્ન થયેલ એક ભંગ ઉપશાંત માહી માણસોમાં જ પ્રાપ્ત થાય છે. આ વિષે સવિસ્તર વિવેચન પિતાપિતાના ભંગસ્વરૂપમાં જોઈ લેવું જોઈએ આ પ્રમાણે સાન્નિપાતિક ભાવનું કથન છે. આ ભાવને કહ્યા બાદ છએ છ ભાવ કથિત થઈ ગયા. આ ભાવનું કથન તેમના વાચકના વગર સંભવે જ નહિ એટલા માટે તે ભાવના વાચક ઇયિક વગેરે નામોનું પણ અહીં કથન થયું છે. આ જ નામથી પણ ધમસ્તિકાયાદિક સમસ્ત વસ્તુઓનું ગ્રહણ થઈ જાય છે એટલા માટે આ બધી વસ્તુઓના છ પ્રકારના નામે હેવાથી છ નામો આ પ્રમાણે કહેવામાં આવ્યાં છે. સૂ૦૧૬૫
સપ્તનામકા નિરુપણ હવે સૂત્રકાર સતનામની પ્રરૂપણું કરે છે.
સે જિં તેં સત્તનામે?” ઈત્યાદિ
શબ્દાર્થ–ણે જિં તેં સત્તના) હે ભદત ! સતનામ શું છે? તે બતાવતાં કહે છે તે (વર કા પત્તા ) સાત સ્વર સ્વરૂપ પ્રજ્ઞપ્ત થયેલ છે. એટલે કે સાત સ્વર જ સતનામ છે. (તજ્ઞા) તે સાત વર્ષ આ પ્રમાણે છે-હિને रिसहे, गंधारे, मज्झिमे, पंचमे, सरे । धेवए चेव निस्साए सरा सत्त वियाहिया) ષડૂજ અષભ, ગાંધાર, મધ્યમ, પંચમ ધૈવત અને નિષાદ, નાસિકા, કંઠ, ઉરસ્થાન, તાલુ,જિહુવા અને દંત આ છ સ્થાનેથી ઉત્પન્ન થવાના કારણથી પ્રથમ સ્વર ષડું જ કહેવાય છે ઉમંચ પછી “ નાના ઝ” વગેરે કલેક વડે એજ વાત પષ્ટ કરવામાં આવી છે. ઋષભ બળદનું નામ છે. બળદના સ્વરની જેમ જે સ્વર હોય છે તેનું નામ અથ મ છે. આનું લક્ષણ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે-નાભિસ્થાનથી જે વાયુ ઉપર ઉઠે છે તે કંડ અને શીર્ષમાં જઈને અથડાય અને તેથી બળદની જેમ અવાજ થાય છે. એટલા માટે જ આ સ્વરનું નામ ઋષભ છે. ગંધને જે સ્વર પ્રાપ્ત કરે છે તેનું નામ “ગાંધાર' સ્વર છે. આનું લક્ષણ આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. જે વાયુ નાભિસ્થાનથી ઉપર ઉઠીને હૃદય અને કંઠ સ્થાનમાં અથડાય છે તેમજ વિવિધ જાતના ગંધનું વહન કરે છે એટલા માટે હૃદય અને કંઠને અથડાયા પછી જે સ્વર ઉત્પન્ન થાય છે તેનું નામ ગાન્ધાર છે. શરીરની વચ્ચે જે સ્વર હોય છે તેનું નામ મધ્યમ સ્વર છે આનું લક્ષણ આ પ્રમાણે છે નાભિસ્થાનથી ઉત્પન્ન થયેલ વાયુ
અનુયોગ દ્વાર સુત્રમ
૨૬૮