________________
ઉત્તર-પુદ્ગલદ્રવ્યના ગુણે અને પર્યાયે ઈન્દ્રિયપ્રત્યક્ષ દ્વારા અનુભવી શકાય તેવા હેવાથી તેમનું પ્રતિપાદન સરળતાપૂર્વક કરી શકાય છે પરંતુ ધર્માસ્તિકાયાદિના ગુણ પર્યાને ઇન્દ્રિય પ્રત્યક્ષ દ્વારા અનુભવ કરી શકો નથી તેથી જ સૂત્રકારે અહીં પુદ્ગલ દ્રવ્યના જ ગુણે અને પર્યાનું પ્રતિ પાદન કર્યું છે, બાકીનાં ધર્માસ્તિકાય આદિકેના ગુણે અને પર્યાનું પ્રતિપાદન કર્યું નથી તેથી જ જે કઈ પણ નામ હશે તે કાં તે દ્રવ્યનું નામ હશે, મા તે ગુણનું નામ હશે કાં તે પર્યાયનું નામ હશે તેનાં કરતાં આગળ બીજું કઈ પણ નામ નહીં હોય તેથી સમસ્ત નામોને આ ત્રિનામ વડે સંગ્રહ થઈ જવાથી, તેમને અહીં ત્રિનામ રૂપ કહેવામાં આવેલ છે.
ભાવાર્થ–સૂત્રકારે આ સૂત્ર દ્વારા ત્રિનામનું નિરૂપણ કર્યું છે આ સૂત્રમાં તેમણે એ વાત સ્પષ્ટ કરી છે કે ત્રણ પ્રકારનું જ નામ છે તે ત્રિનામ છે. નામના ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે-(૧) દ્રવ્યનામ, (૨) ગુણનામ, અને (૩) પર્યાયનામ જે કઈ પણ નામ હશે કાં તે દ્રવ્યને આધારે હશે, કાં તે ગગને આધારે હશે, કાં તો પર્યાયને આધારે હશે ધર્માસ્તિકાય આ જે નામો છે તેઓ દ્રવ્યાશ્રિત નામે છે એટલે કે જેનાં જે નામ છે તે દ્રવ્યનામ છે. ગુણેનાં જે નામ છે તે ગુણનામ છે. તે ગુણનામ પાંચ પ્રકારના કહ્યા છે જો કે વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શ રૂપ ચાર ગુણ હોય છે, પરંતુ સંસ્થાન (આકાર)ને પણ પુકલ દ્રવ્યમાં સદા સદ્દભાવ રહે છે, તે કારણે અહીં સંસ્થાનને પણ ગુણ રૂપ ગણીને ગુણનામમાં પંચવિધતા પ્રકટ કરવામાં આવી છે. પાંચ પ્રકારના વર્ષોના, બે પ્રકારના ગંધનાં, પાંચ પ્રકા૨ના રસના, આઠ પ્રકારના સ્પર્શોનાં અને પાંચ પ્રકારના સંસ્થાનાં (આકા
ન) જે જે નામો છે તે ગુણનામ હોવા છતાં પણ જુદાં જુદાં વર્ણાદિ નામ રૂપ છે. આ પ્રકારે આ ગુનામ ૨૫ પ્રકારના હોવા છતાં પણ એક ગુણનામમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. પર્યાયનામ નિયમિત નથી, કારણ કે પર્યા અનેકવિધ હેાય છે રૂપ, રસ, ગંધ આદિ જેટલા ગુણે છે તેમાં વર્ણાદિના એક, બે, ત્રણ, ચાર, આદિથી લઈને ૧૦ પર્યન્તના અંશેને, સંખ્યાત અશોને, અસંખ્યાત અંશને અને અનેક અંશે સદૂભાવ હોઈ શકે છે. એકલા કૃષ્ણ વર્ણ રૂપ ગુણને જ દાખલે લઈને કોઈ પદાર્થમાં ઘણી ઓછી કાળાશ હોય છે, કેઈકમાં અધિક કાળાશ હોય છે, કઈમાં અધિકાર કાળાશ હોય છે, તે કઈમાં અધિકતમ કાળાશ હોય છે. આ કૃષ્ણ ગુણની
જૂનાધિકતાને આધારે તેમાં રહેલી કાળાશના અંશો પર આધાર રાખે છે. કૃષ્ણ ગુણને જે સૌથી જઘન્ય (ન્યૂનમાં ન્યૂન) અંશ છે તે એક અંશ રૂપ
अ० ८४
અનુયોગ દ્વાર સુત્રમ
૨૨૫