________________
છ નામો કા નિરુપણ ૬ પ્રકારે હેવાને લીધે જ અહીં તેને પનામ (છનામ કર્યું છેતે છે જે નીચે પ્રમાણે છે
(૩૫, ૪૪મિ વરૂ, વગોવામિ, પારિળrfમ, નિવા) (૧) ઔદયિક, (૨) ઔપશમિક, (૩) ક્ષાયિક, (૪) ક્ષાપશમિક, (૫) પારિણા મિક અને (૬) સાન્નિપાતિક,
શંકા-અહીં નામનું પ્રકરણ ચાલી રહ્યું છે. નામના અતુ આ પ્રકરણ નથી આ પ્રકારના નામના પ્રકરણમાં તેના અર્થરૂપ ભાવની પ્રરૂપણા કરવી તે ઉચિત લાગતું નથી છતાં આપે શા કારણે અહીં અર્થરૂપ ભાવની પ્રરૂપણું કરી છે?
ઉત્તર-નામ અને નામવાળા અર્થમાં અભેદ માનીને આ પ્રકારે નામા. ર્થની પ્રરૂપણ કરવી અયુક્ત નથી.
દચિકભાવ-જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મોના ફળ રૂપ વિપાકન-અનુભવ કરે, તેનું નામ ઉદય છે આ ઉદયનું નામ જ ઔદયિક છે. અથવા ઉદયથી નિષ્પન્ન થયેલે જે ભાવ છે તેનું નામ ઔદયિક છે. ઔદયિક પદ અહીં ઔદયિક ભાવનું જ વાચક છે. એ જ પ્રમાણે ઔપશમિકભાવ, ક્ષાયિકભાવ, ક્ષાપશમિકભાવ, પરિણામિકભાવ અને સાત્રિપાતિક ભાવને પણ ઔપશમિક આદિ પદે વડે નિષ્પન્ન થયેલા સમજવા જોઈએ.
પશમિ-કર્મો ઉદયાવસ્થામાં રહેલાં ન હોય, પણ ઉપશમાવસ્થામાં રહેલાં હોય, ત્યારે તે અવસ્થાને અનુદયાક્ષીણાવસ્થા કહે છે એજ અવસ્થાનું નામ ઉપશમ છે. જેમ રાખના ઢગલા નીચે અગ્નિ છુપાયેલું રહે છે, એજ પ્રમાણે ઉપશમ અવસ્થામાં કર્મોને ઉદય હેતું નથી પણ તેમનું અસ્તિત્વ તે હોય છે જ આ ઉપશમનું નામ જ ઔપશમિક ભાવ છે અથવા આ ઉપશમ વડે જે ભાવ નિષ્પન્ન થાય છે તે ભાવનું નામ પથમિક ભાવ છે કમીને અત્યંત વિનાશ થવો તેનું નામ ક્ષય છે. તે ક્ષય જ ક્ષાયિક રૂપ સમજ, અથવા આ ક્ષયથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવને ક્ષાયિકભાવ કહે છે કને ક્ષય અને ઉપશમ થવો તેનું નામ પશમ છે. તે ક્ષયોપશમ જ માયોપશમિક છે. અથવા ક્ષપશમ વડે જે ભાવ ઉત્પન્ન થાય છે, તે ભાવનું નામ માપશમિક ભાવ કે આ ભાવને થોડી થોડી બુઝાયેલી અગ્નિ જે સમજ આ કથનને ભાવાર્થ એ છે કે આ ક્ષય પશમમાં કેટલાક સર્વઘાત સ્પદ્ધકને (અશોને) ઉદયાભાવી ક્ષય અને કેટલાક સર્વધાતિ સ્પર્ધ્વને સદવસ્થા રૂ૫ (વિદ્યમાનતા રૂ૫) ઉપશમ થાય છે, અને દેશઘાતિ પ્રકૃતિ રૂપ જે સમ્યફ પ્રકૃતિ છે તેને ઉદય રહે છે તેથી આ ભાવને થેડી બુઝાયેલી અને થોડી ન બુઝાયેલી અગ્નિની ઉપમા આપવામાં આવી છે. તે તે રૂપે વસ્તુઓનું જે પરિશમન થાય છે તેને પરિણામ કહે છે. તે પરિણામ જ પરિણામિક ભાવ છે. અથવા તે પરિણામ વડે જે ભાવ ઉત્પન્ન થાય છે, તેને પરિણામિકભાવ કહે છે આ પાંચ ભાવેનું જે બ્રિકસરયોગ આદિ સંગ રૂપે મિલન (સગ) થાય છે, તેનું નામ સન્નિપાત છે. તે સનિપાત જ સાન્નિપાતિક ભાવ રૂપ છે અથવા તે સન્નિપાત વડે જે ભાવ ઉત્પન્ન થાય છે, તેનું નામ સાન્નિપાતિક ભાવ છે. સૂ૦૧૫ના
અનુયોગ દ્વાર સુત્રમ
૨૩૧