Book Title: Anuyogdwar Sutra Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 231
________________ તિકતરસનું જે સેવન કરવામાં આવે, તે કફ, અરુચિ, પિત્ત, તૃષા, કુષ્ઠ, વિષ અને જવરને નાશ થાય છે અને બુદ્ધિની વૃદ્ધિ થાય છે. આ તિક્તરસનું જે નામ છે, તે તિક્તરસ નામ છે. ગળાના રોગને પ્રશાન્ત કરનારો અને મરિચ અને નાગર આદિમાં રહેનારો જે રસ છે, તે રસનું નામ કટુકરસ (કડવાસ્વાદ) છે. આયુર્વેદ શાઅમાં આ કટુક રસના સેવનનું ફળ નીચે પ્રમાણે કહ્યું છે-ચોગ્ય માત્રામાં બે કટુક રસનું સેવન કરવામાં આવે, તે શરીરના કોઈ પણ ભાગને સોજો ઉતરી જાય છે, દીપક (પાચનક્રિયામાં મદદ રૂ૫) હોય છે, રુચ્ય અને બંહણ (શક્તિવર્ધક) હોય છે તે વધારાના કફને નાશ કરે છે. - રક્તદોષ આદિને નાશક, બહેડા, આમળાં, કેઠાં આદિમાં રહેલે જે રસ છે તેને કપાય () રસ કહે છે. તેનું જે નામ છે તે કષાયરસ નામ છે, અયુર્વેદમાં કષાયરસના સેવનનું ફળ નીચે પ્રમાણે કહ્યું છે-જે ચોગ્ય રીતે સેવન કરવામાં આવે તે કષાયરસ રકતદેષ, કફ, અને પિત્તને નાશ કરે છે. તે રૂક્ષ, શીત, ગુણગ્રાહી અને રોચક હોય છે. આમલી આદિમાં રહેલા રસને અસ્ફરસ (ખાટરવાદ) કહે છે. તે અગ્નિદીપન (જઠરાગ્નિને સતેજ કરનાર) આદિ કરનારે હોય છે. આ રસનું જે નામ છે તે અસ્ફરસ નામ છે. અમ્મરસના સેવનનું ફળ આ પ્રકારનું કહ્યું છે-આ રસ અગ્નિદીપક અને સ્નિગ્ધ હોય છે. સેજા પિત્ત અને કફને નાશક હોય છે ફલેદન, પાચન કરે છે. અને રુચ્ય (રુચિકર) હોય છેવળી આ રસ ગૂઢ વાયુને અનુલે મક હોય છે. પિત્તાદિકનું શમન કરનારે જે રસ છે તેનું નામ મધુરરસ છે. તે ખાંડ, સાકર, ગાળ આદિમાં રહેલું હોય છે. તેનું જ નામ છે તે મધુરરસ નામ છે તેના સેવનનું ફળ આ પ્રકારનું કહ્યું છે-મધુર રસ વાત, પિત્ત અને વિષને નાશક હોય છે, ધાતુની વૃદ્ધિ કરનાર અને ગુરુ હોય છે બાલકે, વૃદ્ધો અને કમજોર માણસોને લાભકારી હોય છે, જીવનપ્રદ અને કેશવર્ધક હોય છે કેટલાક કે લવ રસ (ખારો વાદ) ને પણ એક પ્રકારના સ્વતંત્ર રસ રૂપે ગણાવે છે. સિંધાલુણ, નમક, આદિમાં આ રસને સદ્ભાવ હોય છે. આ રસ ખંભિત આહાર આદિને વિવંસ કરવાવાળા હોય છે. આહારવર્ધક અને બંધકાશને નાશક હોય છે. આ રસ મધુર આદિ રસના સંસર્ગથી ઉત્પન્ન થતું હોવાને કારણે, તે રસેથી અભિન્ન જ ગણીને અહી' તેને સ્વતંત્ર પ્રકાર રૂપે ગણવામાં આવેલ નથી કારણ કે લવપુરસના વેગથી જ અન્ય રસ સ્વાદિષ્ટ લાગે છે. તેથી તિતાદિ પાંચે રસોમાં લવણરસનો સમાવેશ થઈ જાય છે. તેથી જ સૂત્રકારે આ રસનું સ્વતંત્ર રૂપે કથન કર્યું નથી “’ iધનાને” આ સૂત્રથી લઈને મનરલનામે ” આ સૂત્ર પર્યન્તના સૂત્રપાઠનો ભાવાર્થ ઉપર પ્રકટ કરવામાં આવે છે. ભલે તે ઉપામે) આ પ્રકારનું ૨સનામનું સ્વરૂપ સમજવું. પ્રશ્ન-(સે દિં તે સામે?) હે ભગવન્! ગુગુનામના ચેથા ભેદ રૂપ જે સ્પર્શનામ છે, તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(વાસનામે અવિરે પૂon) સ્પર્શનામ આઠ પ્રકારનું પ્રજ્ઞપ્ત થયું છે. સ્પર્શેન્દ્રિયની મદદથી જે અનુભવ થાય છે, તેનું નામ સ્પર્શ છે અનુયોગ દ્વાર સુત્રમ ૨૨૦

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297