________________
*
તાર્થ સંઘના તે સંવિગ્નાભાસી સાધુની તે પ્રકારની દરેજની પ્રવૃત્તિ દેખી, ત્યારે તેનાથી તે સહન થઈ શકી નહીં. તેણે તે અગીતાર્થ સંધાચયની પાસે જઈને તેમને આ પ્રમાણે કહ્યું-“આપ આ શઠ સાધુની જે પ્રશંસા કરે છે તે અગ્નિભકતની પ્રશંસા કરનારા એક રાજાના કાર્ય જેવું કાર્ય છે.. ત્યારે તે સંધાચાર્ય તેમને પૂછયું-“અગ્નિભકતની શી કથા છે? " ત્યારે તે સંવિગ્ન ગીતાર્થ સાધુએ તેમને નીચે પ્રમાણે કથા કહી ગિરિનગર માં એક અગ્નિભકત વણિક રહેતે હતો. તે અનિદેવને ખુશ કરવા માટે પ્રતિવર્ષ પધરાગ રત્નને ઘરમાં ભરીને તેને આગ લગાડતું હતું. તેના આ અવિવેકપૂર્ણ કાર્યની ત્યાં રાજા અને નગરવાસીઓ ખૂબ પ્રશંસા કરતા હતા, તેઓ એક બીજાને કહેતાં–“જુઓ તેને અગ્નિદેવ પ્રત્યે કેટલી બધી શ્રદ્ધા છે ! તે શ્રદ્ધાને કારણે તે તે પ્રતિવર્ષ પદ્યરાગ મણિઓથી અગ્નિને સંતૃપ્ત કરે છે. હવે એક દિવસે એવું બન્યું કે જ્યારે તે વણિકે ઘરમાં પધરાગમણિઓ ભરીને ઘરને આગ લગાડીયા અચાનક આંધી ચડવાને કારણે તે આગ ચેર પ્રસરી ગઈ અને તેને કાબુમાં લેવાનું કાર્ય મુકેલ બની ગયું. તે આગની જવાળાઓમાં રાજમહેલ સહિત આખું નગર ભસ્મીભૂત થઈ ગયું. જ્યારે રાજાએ આ પરિરિથતિના કારણને શાંત ચિત્તે વિચાર કર્યો ત્યારે તેને પિતાની અરાતને માટે પશ્ચાત્તાપ થયો. તેણે તે વણિકને સજા ફરમાવીને પિતાના નગરમાંથી હાંકી કાઢયે. તે રાજ્યની જેમ આ૫ અવિધિમાં પાપાચારમાં પ્રવૃત્ત થયેલા આ શઠ સાધુની જે પ્રશંસા કરો છો, તે આપનો અને સંઘને વિનાશ કરનારી નિવડશે. જો આપ : સંઘમાંથી એવા એક સાધુને પણ શિક્ષા કરીને હાંકી કાઢશે. તે આપનું તે કાર્ય એક બીજી રાજાના કાર્યની જેમ રવ અને પરનું કલ્યા; કરનારૂં થઈ પડશે. હવે તે સંવગ્ન ગીતાર્થ સાધુ તે રાજાની કથા તે આચાર્યને કહી સંભળાવે છે
કેઈ એક રાજાના નગરમાં ઉપર્યુકત અગ્નભકત વણિક જે એક વણિક રહેતું હતું. તે પણ અગ્નિદેવને તૃપ્ત કરવા નિમિત્ત પ્રતિવર્ષ પિતાના ઘરમાં પદ્મ. રાગમણિઓ ભરીને ઘરને આગ લગાડી દેતા તે જ્યારે રાજાને તેની આ વાતની ખબર પડી ત્યારે તેણે તે વણિકને પેતાની પાસે બોલાવીને આ પ્રમાણે ચેતવણી આપી–જે પદ્મરાગ મણિઓ ઘરમાં ભરીને તેને આગ લગાડીને તમે અગ્નિદેવને સંતૃપ્ત કરવાનું આવશ્યક માનતા હો. તે તમારે નગરમાં રહીને એવું કાર્ય કરવું જોઈએ નહીં. જંગલમાં જઈને તમે તે કામ કરી શકે છે. નગરમાં રહીને તમે તમારી આ પ્રવૃત્તિ ચાલુ રાખશે તે તમારી આ દુપ્રવૃત્તિને કારણે કોઈ વાર આખા નગરને ભસ્મીભૂત કરી નાખશે. માટે કાં તે તમારી આ દુપ્રવૃત્તિ બંધ કરી દે નહીં તે ગામ છોડીને જતા રહે” આ પ્રમાણે ધમકાવીને રાજાએ તેને પિતાના નગરમાંથી હાંકી કાઢયે. આપે પણ સંઘના કલ્યાણને ખાતર તે શઠ સાધુને સંધમાંથી હાંકી કાઢવો જોઈએ. આ પ્રમાણે તે સંવિગ્નગીતાર્થ સાધુએ તે ગચ્છાચાર્યને ખૂબખૂબ સમજાવ્યા, છતાં પણ જ્યારે તેમણે તેની વાતને ન સ્વીકારી ત્યારે તે સંવિગ્નગીતાર્થ સાધુએ તે સંધના અન્ય સાધુઓને આ પ્રમાણે કહ્યું- આ ગ૭"ધિપતિ અસંવિગ્ન (ક્રિયાહીન) અને અગીતાર્થ છે. જે આપ તેમનાથી જુદા નહીં પડે તે આ૫નું અકલ્યાણ થશે. આપને સંસાર અલ૫થવાને બદલે દીર્ઘ થતો જશે.”
આ પ્રકારના દ્રવ્યલિંગી સાધુઓની (માત્ર વેષની અપેક્ષાએ જ સાધુ દેખાતા હોય પણ સાધુના આચારથી રહિત હોય એવા સાધુને દ્રવ્યલિંગી કહે છે, જે
અનુયોગ દ્વાર સુત્રમ
પપ