________________
આવશ્યકમાં જે આ ઉપયોગ પરિણામ રૂપ ભાવાવશ્યક છે તે ધ પદવા છે, કારણ કે તે શ્રતધર્મની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. તેની જ માન્યતાના વિષયમાં જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાને સદભાવ છે આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે ' છે
કદાચ કોઈને એવી શંકા થાય કે નામ આવશ્યક થાપના આવશ્યક અને દ્રવ્યાવશ્યક, તે ત્રણે આવશ્યક આરાધના કરવા ચગ્ય છે, એવી જિનેન્દ્ર ભગવાનની આજ્ઞા જ નથી. કારણ કે તેમનામાં ઉપગનો અભાવ છે, અને ચારિત્રગુણ વિહીનતા રહેલી છે તેથી તેઓ કર્મની નિર્જરાના સાધક થતા નથી. અને એજ કારણે તેઓ ધર્મ ૫દવાઓ પણ હોતા નથી. પરંતુ સામાયિક આદિ રૂપ લેકોત્તર દ્રવ્યાવશ્યક, કે જે પ્રવચનકત છે-આગમ સંમત છે, તે તો ધર્મ પદવાણ્ય હોવા જ જોઈએ.
તે તે પ્રકારની શંકાનું સમાધાન આ પ્રમાણે સમજવું સામાયિક આદિ ક્રિયાઓ આગમસંમત અવશ્ય છે. પરંતુ જિનાજ્ઞાના પરિપાલનથી જેઓ વિહીન બનેલા છે એવા દ્રવ્યલિંગી (સાધુ વેષધારી) સાધુઓ દ્વારા કરવામાં આવતી તે સામાયિક આદિ ક્રિયાઓ ધર્મ પરવા હોઈ શકતી નથી. કારણ કે એવા સાધુઓ તે સ્વચ્છેદ વિહારી હોય છે, મૂલગુણ અને ઉત્તર ગુણોથી તેઓ રહિત હોય છે, છકાયના જીવની રક્ષા કરવા રૂ૫ અનુકંપા ભાવનો તેમનામાં સદંતર અભાવ હોય છે, એવા સાધુઓ તે અનુપયોગ પૂર્વક, પિતાની રુચિ પ્રમાણે ફાવે એવી રીતે તે સામાયિક આદિ ક્રિયાઓ કરતા હોય છે. તે કારણે તેમની તે ક્રિયાઓ ધમ પદવા (ધમ કહે શકાય એવી) હોતી નથી. તેથી એ લકત્તરિક દ્રવ્યાવશ્યકમાં પણ નિર્જરાજકત્વને અભાવ હોવાથી જિન ભગવાને તેમને આરાધના કરવા યોગ્ય કહી નથી. આ પ્રકારે આ સૂત્ર દ્વારા આગમ ભાવાવશ્યકનું વરૂપે પ્રગટ કરવામાં આવ્યું છે.
ભાવાર્થ-સૂત્રકારે એ વાતુ તે આગળ પ્રકટ કરી દીધી જ છે કે વિવક્ષિત ક્રિયાના અનુભવથી યુકત અર્થનું નામ ભાવ છે. એટલે કે જે સાધુ આવશ્યક શાનો જ્ઞાતા છે અને તેમાં ઉપયુકત (ઉપગ પરિણામથી યુકત) છે, એવા સાધુ આદિ રૂપ અર્થને ભાવાવશ્યક કહે છે. આ ભાવાવશ્યકના બે ભેદ બતાવ્યા છે (૧) આગમ ભાવાવશ્યક અને (૨) આગમ ભાવાવશ્યક.
આગમ ભાવાવસ્થામાં જ્ઞાતાના ઉપગ રૂપ પરિણામને આગમ રૂપ માનવામાં આવેલ છે. તેથી તે પરિણામ આગમની અપેક્ષાએ ભાવાવશ્યક રૂપ હોવાથી તેને આગમ ભાવાવશ્યક કહેવામાં આવ્યું છે. સાધ્વાદિક કે જેઓ આવશ્યક શાસ્ત્રના જ્ઞાતા હોવાની સાથે સાથે તેમાં ઉપયુકત બનેલા તેમને જ જે આગમ ભાવાવશ્યક કહેવામાં આવે છે તે આ પરિણામની અભેદ વિવક્ષાની અપેક્ષાએ કહેવામાં આવે છે. આ આગમ ભાવાવાક જ ધમ પદવાયું હોવાથી જિનેશ્વર ભગવાને તેને ઉપાદેય કહેલ છે
નામાવશ્યક, સ્થાપના આવશ્યક અને દ્રવ્યાવશ્યકને ઉપાદેય કા નથી. કારણ કે આવશ્યક નામધારી ગેપાલનાળામાં, આવશ્યકની સ્થાપનાવાળા કઈ શ્રાવક આદિના આવશ્યક ક્રિયા સંપન્ન ચિત્રમાં, તથા આવશ્યક ક્રિયામાં ઉપયોગ શૂન્ય (અનુપયુકત) બનેલા ને આગમ દ્રવ્યાવશ્યક રૂપ સામાયિક આદિમાં ઉપગની શૂન્યતા અને ચારિત્રગુણની રહિતતાને લીધે કર્મની નિર્જરા કરવાનું સમર્થ હતું નથી. તેથી તેમને ધમ પદવાણ્ય કહી શકાય નહીં, અને એ જ કારણે તેમને ઉપરેય પણ ગણી શકાય નહીં. જે સુ ૨૪ .
અનુયોગ દ્વાર સુત્રમ