________________
ભાવાર્થ-આ સૂત્રમાં સૂત્રકારે પુદ્ગલ દ્રવ્યને અનુલક્ષીને ઔપનિધિ કી વ્યાનુપૂર્વીની ત્રિવિધતાનું પ્રતિપાદન કર્યું છે એ વાત તે પહેલાં પ્રકટ થઈ ચુકી છે કે વિવક્ષિત દ્રવ્યસમુદાયમાં જે પહેલું દ્રવ્ય હોય તે દ્રવ્યથી શરૂ કરીને અનુક્રમે છેલ્લા દ્રવ્ય સુધીની જે પરિપાટી (અનુક્રમ) સ્થાપિત કરવામાં આવે છે, તેનું નામ આનુપૂર્વી છે. અહીં પુદ્ગલ દ્રવ્ય સાથે સૂત્રકાર તે આનુપૂવીને ઘટાવવા માગે છે તેથી તેમણે તેના એક પ્રદેશથી લઈને અનંતપ્રદેશ સુધીના અનંત સ્કંધ બનાવ્યાં છે. આ રીતે એક પ્રદેશી પુદગલ પરમાણુને પુલાસ્તિકાયનું પ્રથમ દ્રવ્ય સમજવું જોઈએ ત્યાર બાદ એક એક પ્રદેશની વૃદ્ધિ કરતાં કરતાં આગળ વધવું જોઈએ. આ રીતે શ્ચિકદેશી સ્કંધ, વિદેશી કંધ, ચાર પ્રદેશ સ્કંધ, પાંચ પ્રદેશી રકંપ આદિ અનંત પ્રદેશી પર્યન્તના અનંત પૌગલિક સકંધ બની જાય છે. ત્યારે તેમની સ્થાપના આ પ્રમાણે કરવામાં આવે છે-એક પ્રદેશી પરમાણુ પુદ્ગલ, દ્વિદેશી
ધ દ્વયશુક, વિદેશી સ્કંધ ત્રિઅણુક, ચતુષ્પદેશી આંધ ચતુરણક, ઈત્યાદિ. છેઆ પ્રકારના સીધા ક્રમપૂર્વક જે સ્થાપના કરવામાં આવે છે તેનું નામ પર્યકwવ છે. એજ સ્થાપનામાં છેલલા દ્રવ્ય (અનંતપ્રતેશી કંધને) પહેલે
મૂકીને ઉલટા ક્રમથી જ્યારે દ્રવ્યોને સ્થાપિત કરવામાં આવે છે, ત્યારે તેને પશ્ચાનવ કહે છે તથા ઉપરના બન્ને ક્રમનું ઉલ્લંઘન કરીને પોતાની ઈચ્છાનુસા૨ પુદ્ગલાસ્તિકાયના દ્રવ્યેની જે સ્થાપના કરવામાં આવે છે તેને અનાનુપૂર્વી કહે છે. જેમ કે ચતુરણુક રકંધની પહેલાં સ્થાપના કરવી, ત્યાર બાદ એક પ્રદેશી પુદ્ગલ પરમાણુની, ત્યાર બાદ છ પ્રદેશી પુદ્ગલ કંપની સ્થાપના કરવી, ત્યાર બાદ અસંખ્યાત પ્રદેશ સ્કંધ આદિની સ્થાપના કરવી તેનું નામ અનાનુપૂર્વી છે. જ્ઞાયક શરીર અને ભવ્ય શરીરથી ભિન્ન એવી દ્રવ્યાનુપૂવીના સૂત્રકારે બે પ્રકાર પહેલાં પ્રકટ કર્યા છે. તેમાંના અનોપનિપિકી દ્રવ્યાનુપૂવી નામના બીજા પ્રકારનું તે ખૂબ જ વિસ્તારપૂર્વક પહેલાં વર્ણન કરવામાં આવ્યું છે.
ઓપનિધિકી દ્રવ્યાનુપૂવીના પૂર્વાનુપૂર્વી આદિ ત્રણ ભેદોનું નિરૂપણ પશુ પહેલાં સૂત્રમાં કરવામાં આવ્યું છે. ત્યાર બાદ સૂત્રકારે એક પુદ્ગલાસ્તિકાયના પૂર્વાનુપૂર્વી આદિ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, પણ ધર્માસ્તિકાય આદિ દ્રોમાં એ પ્રમાણે કરવામાં આવ્યું નથી, કાર કે પુદ્ગલાસ્તિકાયમાં જ દ્રવ્યબાહુલ્યને સદૂભાવ-ધર્માસ્તિકાય આદિમાં દ્રવ્યબાહુલ્ય નથી. બાજીરાવ્યાન” આ કથન અનુસાર ધર્માસ્તિકાય આદિ ત્રણ માં
અનુયોગ દ્વાર સુત્રમ
૧૪૯