________________
ગણતરી કરી શકાય છે, તેથી જ સૂત્રકારે સૌથી પહેલાં સમયને ઉપન્યાસ કર્યો છે. અસંખ્યાત સમયની એક આવલિકા થાય છે. સંખ્યાત આવલિકાઓને એક વિશ્વાસ (નિશ્વાસ પ્રમાણ કાળ) થાય છે. સંખ્યાત આવલિકાએ રૂપ જે ઉચ્છવાસ નિઃશ્વાસને કાળ છે. તેનું નામ જ પ્રાણુ છે. સાત પ્રાણને એક એક થાય છે સાત તેને એક લવ થાય છે. ૭૭ લવનું એક મુહર્ત થાય છે. ૩૦ મતનું એક અહોરાત્ર (દિનરાત્રિ) થાય છે ૧૫ અહોરાત્રનું એક પક્ષ (૫ખવાડિયું) થાય છે. બે પક્ષને એક માસ થાય છે. બે માસની એક સત થાય છે. ત્રણ ઋતુનું એક અયન થાય છે. બે અયનનું એક સંવત્સર (વર્ષ) થાય છે. પાંચ સંવત્સરને એક યુગ થાય છે. વીસ યુગના શતવર્ષ થાય છે ઇસ સે વર્ષ પ્રમાણુ કાળને વર્ષસહસ્ત્ર કહે છે. સે હજાર (લાખ) વર્ષપ્રમાણ કાળને લાખ વર્ષ કહે છે ૮૪ લાખ વર્ષેનું એક પૂર્વાગ થાય છે, અને ૮૪ લાખ પૂર્વા ગોનું એક પૂર્વ થાય છે. એક પૂર્વના ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષ થાય છે. એક વાત સૂત્રકારે “Tag : રિનાળે” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરી છે. ૮૪ લાખ પૂર્વનું એક ટિતાંગ થાય છે એટલે કે ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ વર્ષને ૮૪ લાખ વડે ગણવાથી જેટલાં વર્ષ આવે છે, તેટલાં વર્ષ પ્રમાણુ કાળને એક ત્રુટિતાંગ કહે છે ૮૪ લાખ ત્રુટિતાંગનું એક ત્રુટિત થાય છે. ૮૪ લાખ ત્રુટિતેનું એક અટટાંગ થાય છે. ૮૪ લાખ અટટનું એક અવવાંગ થાય છે. ૮૪ લાખ અવવાંગનું એક અવવ થાય છે. એક અવવના ૮૪ લાખ ગણાં કરવાથી એક હુકાંગપ્રમાણ કાળ બને છે. ૮૪ લાખ હેકગનું એક હુડુક બને છે હહકને ૮૪ લાખ વડે ગુણવાથી એક ઉત્પલાંગ થાય છે. ૮૪ લાખ ઉત્પલાંગેનો એક ઉ૫લ કાળ થાય છે ૮૪ લાખ ઉપલનું એક પક્વાંગ થાય છે અને ૮૪ લાખ પદ્માંનું એક પાત્ર થાય છે. તેના ૮૪ લાખ ગણું કરવાથી એક નલિનાંગ થાય છે. એક નલિનાંગના ૮૪ લાખ ગણું કરવાથી એક નલિન આવે છે. નલિનના ૮૪ લાખ ગણું કરવાથી એક અર્થનિપૂરાંગ આવે છે એક અર્થનિપુરંગના ૮૪ લાખ ગણાં કરવાથી એક અર્થનિપૂર આવે છે. એક અર્થનિપૂરના ૮૪ લાખ ગણું કરવાથી એક અયુતાંગ, એક અયુતાંગના ૮૪ લાખ ગણાં કરવાથી એક અભૂત, એક અપૂતના ૮૪ લાખ ગણું કરવાથી એક નયુતાંગ, એક નયુતાંગના ૮૪ લાખ ગણું કરવાથી એક નયુત, એક નયુતના ૮૪ લાખ ગણાં કરવાથી એક પ્રયુતાંગ, એક પ્રયુતાંગના ૮૪ લાખ ગણાં કરવાથી એક પ્રયુત, એક પ્રયુતના ૮૪ લાખ ગણું કરવાથી. એક ચૂલિકાંગ, બેક જૂલિકાંગના ૮૪ લાખ ગણાં કરવાથી એક વિકા, એક લિકાના ૮૪ લાખ ગણું કરવાથી એક શીર્ષ પ્રહેલિકાંગ અને એક શીર્ષપ્રહેલિકાગના ૮૪ લાખ ગણું કરવાથી એક શીર્ષ પ્રહેલિકા નામના કાળનું પ્રમાણ આવે છે,
અનુયોગ દ્વાર સુત્રમ
૨૦૩