________________
શંકા–અચેતન હેવાને કારણે શરીરરૂપ પુદ્ગલ સ્કંધ જે આવશ્યકશાસને જ્ઞાતા જ હેઈ શકતો નથી. તે સૂત્રકારનું “જાવક્ષત્તિ પર્વ માવલં) આ પ્રકારનું કથન સંગત લાગતું નથી. કારણ કે ગ્રહણ કરવાની અને પ્રરૂપણું આદિ કરવાની ક્રિયાઓ તે જીવની સાથે સંબંધ ધરાવનારી હોય છે. આ ક્રિયાઓ જીવના ધર્મ ૩૫ હોવાને કારણે મૃત શરીરમાં તેને કેવી રીતે ઘટાડી શકાય? રીત ૫ અઠત શરીરમાં જ આ ક્રિયાઓને સદૂભાવ હોય છે.
આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે સમજવું
જ્ઞાયક શરીરને જે દ્રવ્યાવશ્યક કહેવામાં આવ્યું છે, તે ભૂતપૂર્વની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. એટલે કે જ્યારે તે શરીર તયથી યુકત હતું ત્યારે તે આ શાસ્ત્રની પ્રરૂપણુ આદિ કરતું હતું. તેથી આ પ્રકારના કથનમાં કોઈ દોષ નથી.
શંકા–શયાદિગત સાધુના શરીરને જોઈને કોઈ પુદત પ્રકારે કહેતા હોય તે ભલે કહે, પરંતુ એ શરીરમાં દ્રવ્યાવયકતા તે સંભવી જ શકતી નથી! કારણ કે ભૂત કે ભાવી, પર્યાયનું જે કારણ ૮-૯ લે તે રચેતન હેય અથવા લે તે અચેતન હોય. પણ એને જ તત્ત્વજ્ઞ દ્રવ્ય-દ્રનિક્ષેપના વિષય માને છે. તેથી આ કથન અનુસાર તે આવશ્યકપર્યાયનું કારણ જ દ્રવ્યાયક :હુવાને ચડ્યું હોઈ શકે છે. અને એવા દ્રવ્યાવશ્યકનું એવું કારણ તે ચેતનાયુકત શરીર જ હોઈ શકે છે, અચેતન શરીર એવાં કારણરૂપ બની શકતું નથી. તે કારણે શય્યાદિગત નવ સાધુનું શરીર વ્યાવશ્યક હોઈ શકતું નથી.
આ શંકાનું હવે સમાધાન કરવામાં આવે છે –
જે કે તે કાળે તે સાધુશરીરમાં ચેતનાને સદભાવ નથી અને તે કારણે તે શરીરમાં પ્રત્યાવશ્યકરૂપતાને સદૂભાવ નથી, પરન્તુ ભૂતપૂર્વ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ અતીત (ભતકાલિન) આવશ્યક પર્યાયના કારણને તે તેમાં સદૂભાવ હતા જ, એમ માનીને તેમાં દ્રવ્યાવશ્યકતા જાણવી જોઈએ. આ રીતે વિચારવામાં આવે તો આ કથનમાં કોઈ દોષ નથી, આ વિષય શિષ્યજનોને સારી રીતે સમજાવવા માટે સત્રકાર એક દાન્ત આપે છે, (૧દા વિદ્વતો, કારણ કે શિખ્ય દ્વારા જ આ પ્રકારનું સૂચન કરવામાં આવ્યું છે “હે ગુરુમહારાજ! આ વિષયનો અમને સચોટ ખ્યાલ આવે તે માટે એવું કેઈ દૃષ્ટાનહાય, તે આપ અમને તે કહી સંભળાવવાની કૃપા કરે
(માં માને મારી માં થયjમે ) શિષ્ય જનોની આ વિનંતિને ધ્યાનમાં લઈને ગુરુ નીચેનું દાન આપે છે—કોઈ એક વ્યકિત એક ઘડામાં મધ અથવા ઘી ભરીને લાવે છે, ત્યાર બાદ તે તેમાંથી મધ અથવા ઘી કાઢી નાખે છે અથવા વાપરી નાખે છે. છતાં પણ તે એવું કહે છે કે “આ મધને ઘડે છે અથવા આ ઘીને ઘડે છે. ભૂતકાળમાં તે કુંભ મધ અથવા ઘીને ભરવા
અનુયોગ દ્વાર સુત્રમ
૪૩