________________
તેથી “તારવા '' ઈત્યાદિ પાઠમાં નામ અને ગોત્ર એ બન્નેની સાથે ભગવાન અહંતના સંબંધને છઠ્ઠી વિભક્તિના પદના પ્રગ દ્વારા પ્રકટ કરનાર સૂત્રકારે નામનિક્ષેપની વિરક્ષા કરી નથી, પરંતુ ભાવનિક્ષેપ જિનના બેધક એવા નામની વિરક્ષા કરી છે. કારણ કે એજ નામના શ્રવણથી શ્રોતાને મહાફળની પ્રાપ્તિ થવાનું સંભવી શકે છે. એ જ પ્રમાણે સ્થાપના પણ ભાવરૂપ અર્થથી વિહીન જ હોય છે, કારણુ કે ભાવનિક્ષેપરૂ૫ અર્થની સાથે તેને કેઈ સંબંધ જ હોતું નથી.
જે અહીં એવી દલીલ કરવામાં આવે કે પહેલાં ભાવજિનના અસ્તિત્વકાળમાં જે તેમના શરીરની આકૃતિ હતી, એ આકૃતિ જ સ્થાપના નિક્ષેપમાં વિદ્યમાન રહે છે, તેથી તેના દ્વારા આયા થી ભાવરૂપ સંબંધને બંધ થઈ જાય છે, તે એ પ્રકારની માન્યતા પણ ઉચિત નથી, કારણ કે વર્તમાન કાળે સ્થાપના નિક્ષેપમાં જે આશ્રયીને જ સદૂભાવ ન હોય તે તેના દ્વારા ભાવજિનની સાથે આશ્રયાશ્રયી ભાવરૂપ સંબંધને બંધ જ કેવી રીતે થઈ શકે ! ભાવૃજિનની સાથે જ્યારે તે આકૃતિ વિદ્યમાન હતી ત્યારે જ આ પ્રકારને સંબંધ અસ્તિત્વ ધરાવતા હતા. હા, એવું સંભવી શકે છે કે જે પ્રકારે ભાવજિનના દર્શન કરનાર કે વ્યક્તિમાં ભાતવાસને ઉમળકો આવી જાય છે, એજ પ્રમાણે ભકિતભાવપૂર્વક તે આકૃતિનું સ્મરણ કરનાર વ્યકિતમાં પણ ભાલાસને ઉમળકે આવી જાય ખરે, કારણ કે આકૃતિને ભાવજિનની સાથે સંબંધ છે. જે ભાવજિનની સાથે તે આકૃતિને સંબંધ ન હોય, તે તે પ્રતિમા ભાવજનક અને અનેક ગુણનું સ્મરણ કરાવવાને સમર્થ કેવી રીતે બની શકે ! પરંતુ સ્થાપનાને ભાવજિનની સાથે આશ્રયાશ્રયી ભાવરૂપ કોઈ સંબંધ તો છે જ નહી. કે જેના દ્વારા તેને બેધ થઈ જાય, ભાવજિનના આત્માનું તેમાં આવાહન કરવું-સ્થાપન કરવું, એ તે જિનાજ્ઞાની વિરૂદ્ધનું કૃત્ય ગણાય. એવી પ્રવચનવિરૂદ્ધની વાત કરવી જોઈએ નહીં. તેથી સર્વથા કુમારચનિક દ્રવ્યાવશ્યકની જેમ પ્રતિમાપૂજન કરનાર અને કરાવનાર મિચ્છાણિયુકત બની જાય છે અને સમ્યકત્વથી રહિત જ રહે છે, સ્થાપનાવશ્યકતું આ પ્રકારનું સ્વરૂ' છે. તેને ભાવાર્થ સ્પષ્ટ હેવાથી વિશેષ સ્પષ્ટીકરણની જરૂર રહેતી નથી. સ. ૧રા.
દશ્યાવશ્યક કા નિરુપણ
હવે સૂત્રકાર દ્રવ્યાવશ્યકનું નિરૂપણ કરે છે–
“જે f તં વસ” ઇત્યાદિ શબ્દાર્થ_શિષ્ય ગુરુને એ પ્રશ્ન પૂછે છે કે....
“જે કૈં તં શ્વાવલં?” હે ભગવન્! પૂર્વ પ્રકાન્ત (પૂર્વ પ્રરતુત વિષય) દ્રવ્યાવશ્યકનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર-(વાવ વિÉ quત્ત) દ્રવ્યાવશ્યક બે પ્રકારને કહ્યો છે. તે તે પર્યાને જે પ્રાપ્ત કરતું રહે છે તેનું નામ દ્રવ્ય છે. એટલે કે જે વિવક્ષિત અતીત (ભત કાલિન), અનાગત (ભવિષ્યકાલિન) ભાવનું કારણ હોય છે, તે દ્રવ્યનિક્ષેપ છે. જેમકે રાજગાદીનો જેની પાસે ત્યાગ કરાવવામાં આવે છે તેને નરેશ કહે તે ભૂતકાલિન પર્યાયની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપ છે, તથા વર્તમાન કાળે જે રાજા નથી. પણ ભવિષ્યમાં રાજા બનવાને છે તેને અત્યારથી જ રાજા કહેવો તે ભવિષ્યકાલિન પર્યાયની અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપ છે. જેમ કે રાજાના પુત્રને રાજા કહે.
અનુયોગ દ્વાર સુત્રમ
૩૦