________________
કહેવામાં આવે છે. આ રીતે તે જીવાદરૂ૫ વરતુ નામરૂપ આવશ્યક’ આ શબ્દને વાયા બની જાય છે. નામનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે.
તુને ઘafમાનં તમામ વસ્તુનું જે વ્યવહારમાં નામ રહે તેનું જ નામ નામ છે. જેમ કે કોઈ ઇન્દ્રાદિર ૫ વસ્તુનું ઇદ્ર એવું પાંચ અક્ષરેની આનુપૂવરૂપ અભિધાન, આ નામને પ્રથમ પ્રકાર છે નામના લક્ષણને બીજો પ્રકાર આ પ્રમાણે છે-“તિનાર્થે નિરપેક્ષ સ્થાનમાં ર” ઈગેવાળના પુત્રનું નામ કેઈએ ઈન્દ્ર પાડ્યું “ઈન્દ્ર પદ તે પરમ એશ્વર્યનું વાચક છે. ગોવાળના ‘ઈ’ નામના પુત્રમાં આ અધર્ય કયાંથી સંભવી શકે? તેમાં તે આ ગુણને અભાવ જ હોય છે. આ રીતે તેનું આ નામ પોતાના અર્થની અપેક્ષાએ તે બરાબર લાગતું નથી. આ રીતે અર્થની અપેક્ષા રાખ્યા વિના પણ કોઈ વસ્તુ કે વ્યકિતને અમક નામે ઓળખવામાં આવતી હોય છે. વળી શકે, પરન્દર આદિ જે શબ્દો ઈન્દ્રના પર્યાયવાચી છે. તેમના દ્વારા પણ તે અનભિધેય છે. આ પર્યાયવાચી શબ્દ દ્વારા અભિધેય તે ઈન્દ્ર જ હોઈ શકે છે. આ રીતે વાળના માળાન ઈદ્ર એવું જે નામ રાખવામાં આવ્યું છે તે વાયાર્થથી હિત જ લાગે છે. શક આદિને અનુલક્ષીને જયારે ઈન્દ્ર” નામ વપરાય છે. ત્યારે તે તે નામ તેના વાગ્યાથ થી યુકત લાગે છે. આ રીત વાગ્યાથે સાથે મેળ ન ખાય અથવા જે નામમાં વાચ્યાર્થ નો જ અભાવ હોય એવું નામ પણ કઈ કઈ વાર રાખવામાં આવતું હોય છે. નામના લક્ષણને આ બીજો પ્રકાર સમજ. તથા જે નામ ઈછા અનુસાર રાખવામાં આવે છે, તે નામને યાદૃછિક નામ કહે છે. જેમકે કોઈ અર્થની અપેક્ષા રાખ્યા વિના જ “વિ, કવિ ઇત્યાદિ, તે પ્રકારની વ્યુત્પત્તિથી રહિત નામે પણ રાખવામાં આવે છે. આ પ્રકારના નામ રાખવામાં તે નામ રાખનારની ઈચ્છા જ મુખ્ય ભાગ ભજવતી હોય છે. નાનું આ ત્રીજા પ્રકારનું લક્ષણ છે. આ રીતે પહેલા પ્રકારમાં “ઈન્દ્ર” નામ સાર્થક લાગે છે, બીજા પ્રકારમાં ગવાળના પુત્રનું "ઈન્દ્ર” નામ તેના અર્થ પ્રમાણે ગુણથી સંપન્ન લાગતું નથી ત્રીજા પ્રકારના
હિત્ય, વિસ્થ” આદિ નામે કઈ પણ પ્રકારના અર્થની અપેક્ષા વિના માત્ર નામ રાખનારની ઇરછાનુસાર રાખવામાં આવે છે. આ ત્રણ પ્રકારનાં નામ અવશ્ય કણીય હોવાથી તેમને આવશ્યક કહેવામાં આવે છે.
શંકા-જીવનું “આવશ્યક એવું નામ કેવી રીતે સંભવી શકે છે?
અનુયોગ દ્વાર સુત્રમ
૨૩