________________
બંધાદિ ચતુષ્ટય (બંધ, ઉદય, ઉદીરણ અને સત્તા), તેની આઠ મૂળ અને એક અઠ્ઠાવન ઉત્તરપ્રકૃતિએ, તેઓનું જુદે જુદે ગુણસ્થાનકે ઓછા વધતાપણું–વધવાઘટવાપણું, કર્મ અને આત્માને સંબંધ, ઉદયક્રિયા વખતે જીવને થતા ફલેશ, જુદા જુદા પ્રકારનાં સુખ-દુઃખનાં કારણે, મેહનીય આદિ કર્મોનું સ્વરૂપ, તેઓની પ્રેરણાથી રમાતે સંસારખેલ, પૌગલિક પદાર્થોનું અસ્થિરપણું, સગાંસંબંધીઓનું અશરણપણું વગેરે વગેરે અનેક વિષે ચર્ચા હેાય છે. મુખ્ય વિષયોની સાથે આડકતરી રીતે આ જીવને સંસારથી વૈરાગ્ય થાય, વસ્તુસ્વરૂપ સમજાય અને ભેદજ્ઞાન પ્રાપ્ત થાય તેટલા માટે બીજા અનેક શિક્ષાના વિષયે અધ્યાત્મશાસ્ત્રમાં પણ ચર્ચવામાં આવે છે. આ સર્વને ઉદ્દેશ માત્ર એક જ હોય છે અને તે આત્માને પિતાનું ખરું સ્વરૂપ અવરાઈ ગયું છે તે પ્રસિદ્ધ કરવા તરફ દેરવાને હેય છે.
ગ્રંથના અધિકારી–આટલા ઉપરથી અધ્યાત્મ ગ્રંથના અધિકારી કાણ? એ પ્રશ્નને પણ નિર્ણય થઈ જાય છે. જેઓએ આત્માની હયાતી સ્વીકારી તેનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવા નિર્ણય કર્યો હોય, એટલે કે જેને આપણે મુમુક્ષ છો કહીએ છીએ, તેઓ આવા ગ્રંથના પ્રથમ પદે અધિકારી છે અને ખાસ કરીને તેવાઓને જ ઉદેશીને આવા ગ્રંથો લખાય છે. સામાન્ય અધિકારીમાં બે વિભાગ છે; જેઓ આત્માનું અસ્તિત્વ સ્વીકારતા હોય, પણ તેનું વાસ્તવિક સ્વરૂપ અને તેને પુદગલ સાથે સંબંધ સમજતા ન હોય તેવાઓને રુચિ ઉત્પન્ન કરવા સારુ આવા ગ્રંથા ઠીક કાર્યો બજાવે છે. આવા પ્રાણીઓ આવા પ્રકારના ગ્રંથ વાંચી–વિચારી વૈરાગ્યભાવ ધારણ કરે છે અને પરિણામે થોડા વખતમાં પ્રથમ વર્ગમાં દાખલ થઈ શકે છે. આવા મનુષ્ય પણ ગ્રંથ વાંચવાના અધિકારી છે. બીજા વિભાગમાં ધર્મથી વિમુખ નાસ્તિકે આવે છે. તેઓ આવા ગ્રંથના અધિકારી નથી. તેઓને આવા ગ્રંથેથી લાભ થવાને સંભવ બહુ અપ છે. તેઓએ ગુરુમુખથી અથવા સ્વતઃ અભ્યાસથી આત્માનું અસ્તિત્વ, તેને મોક્ષ અને કર્મનું સ્વરૂપ પ્રથમ સમજી પછી જ અધ્યાત્મગ્રંથને અભ્યાસ કે વાચન કરવું. આવી રીતે કરેલું વાચન જ તેઓને અધિકારી બનાવી શકશે.
આવા ગ્રંથની આવશ્યકતા-હવે આપણે સર્વથી અગત્યના વિષય પર આવીએ છીએ અને
છે કે આવા અધ્યાત્મ-વૈરાગ્યગ્રંથની આ જમાનામાં કાંઈ જરૂરિયાત છે કે નહિ? અધ્યાત્મ સિવાય દ્રવ્યાનુયોગના વિષયો આડકતરી રીતે આત્મા સાથે સંબંધ ધરાવે છે, ત્યારે આત્મા પોતે કોણ છે? તેનું સ્વરૂપ શું છે? તેને વિષયકષાયાદિ સાથે સંબંધ કેવો છે? કેટલા વખત સુધીને છે? આત્માનું સાધ્ય શું છે? તે કેમ અને કયારે પ્રાપ્ત થાય?—વગેરે બહુ અગત્યના આત્માને લગતા વિષયે અધ્યાત્મશાસ્ત્ર ચચે છે, તેથી તે આત્માને સીધી રીતે બહુ ઉપચગી છે. ગણિતાનુયેગથી બુદ્ધિ વિકસ્વર થાય છે. કથાનુયોગથી થયેલી શ્રદ્ધા દઢ થાય છે અને શુદ્ધ ચારિત્રવાનનું અનુકરણ કરવાની ઈચ્છા થાય છે. ચરણકરણનુયોગથી આત્મા સ્વસ્વરૂપે પ્રાપ્ત કરવાના પ્રયાસમાં ઉદ્યમવંત થાય છે. આ સર્વ બાબતે આત્મિક ઉન્નતિમાં આડકતરો ભાગ ભજવે છે; જ્યારે અધ્યાત્મશાસ્ત્ર તે આત્માને સીધી રીતે ઉપયેગી થાય તેવી વસ્તુઓ અને વસ્તુત નિરંતર તેના જ્ઞાનચક્ષની સમીપ રાખી મૂકે છે. અધ્યાત્મશાસ્ત્રને મુખ્ય વિષય વૈરાગ્ય છે. સાંસારિક સર્વ પદાર્થો પરથી રાગને દૂર કરી નાંખ એ વૈરાગ્યને મુખ્ય વિષય છે. સાંસારિક પદાર્થોમાં શેને શેને સમાવેશ થાય છે, એ વિચાર ઘણી વખત આવે છે. એમાં સર્વ પૌગલિક વસ્તુઓને સમાવેશ થાય છે. આ જીવને એક ઘડિયાળ કે કપાટ કે કોચ જોઈ તે લેવાનું મન થશે. મળશે તે તેના પર પોલીશ કરાવવાનું મન થશે. પિલીશ થયા પછી કેઈ તેને અડકશે અથવા કોઈ તેને ડાધો પાડશે તો તેને તે ગમશે નહિ. આવી રીતે અજીવ પદાર્થ પર રાગદશાના કારણથી મમત્વ થાય છે. એવી જ રીત પિતાનાં કપડાં, ઘરેણાં અને ધન ઉપર મમત્વ થાય છે. આ મમત્વભાવ એ સખ્ત હોય છે કે શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org