________________
ર
Jain Education International
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
ગ્રંથકારશ્રીએ આત્મશુદ્ધિના રહસ્યને પ્રગટ કરતા આ ગ્રંથના પહેલા અધિકારમાં શાસ્ત્રની પરીક્ષા ક૨વાનો એક સુંદર ઉપાય બતાવ્યો છે. તેના આધારે મધ્યસ્થ સાધક કયું શાસ્ત્ર સર્વજ્ઞનું છે; તેનો નિર્ણય કરી અને તદનુસાર પ્રવૃત્તિ કરી મોક્ષમાર્ગમાં સ્વસ્થ ચિત્તે પ્રયાણ કરી શકે છે.
સર્વજ્ઞ કથિત શાસ્ત્રોનો નિર્ણય કરાવતા આ અધિકારનું સૂચક નામ છે ‘શાસ્ત્રયોગશુદ્ધિ’. જે આત્મશુદ્ધિનું પ્રથમ સોપાન છે. કારણ કે શાસ્ત્રયોગ એટલે આત્મા સાથે શાસ્ત્રનું જોડાણ અને આવા જોડાણના કારણે આત્માની જે શુદ્ધિ નિષ્પન્ન થાય છે તે જ ‘શાસ્ત્રયોગશુદ્ધિ’ છે.
આ અધિકારના પઠન-પાઠનથી સાધક આત્માના અનાદિ-કાળના મિથ્યાત્વના મળો દૂર થાય છે. તેના ચિત્તમાંથી મારા-તારાના ભેદ ભૂંસાઈ જાય છે. ખોટો પક્ષપાત નાબૂદ થાય છે અને પરસ્પર વિરોધી ભાસતાં વચનોને સમજવા માટે અતિ આવશ્યક એવો માધ્યસ્થ્ય ભાવ પ્રગટે છે. સુરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ‘પક્ષપાતો ન મે વીરે...’ શ્લોકમાં તેમનો આવો માધ્યસ્થ્ય ભાવ ઘોતિત થાય છે. કયા શાસ્ત્રોના આધારે અતીન્દ્રિય માર્ગમાં પ્રવૃત્તિ કરવી તેનો નિર્ણય કરવામાં આવી મધ્યસ્થતા જરૂરી બની જાય છે. મધ્યસ્થ સાધક દરેક મતના દૃષ્ટિકોણને, તેમાં રહેલી વાસ્તવિકતા અને અવાસ્તવિકતાને સાપેક્ષ બુદ્ધિથી સમજી, વિશાળ હૈયાથી સર્વ કથનો ઉપર વિમર્શ કરીને, તટસ્થતા જાળવી, સર્વજ્ઞકથિત શાસ્ત્રનો નિર્ણય કરી શકે છે. આવો નિશ્ચય થતાં સાધકમાં તે સર્વજ્ઞના શાસ્ત્રોએ બતાવેલા માર્ગ પ્રત્યે તીવ્ર શ્રદ્ધા પ્રગટ થાય છે. પરિણામે મોક્ષમાર્ગ સંબંધી તેની મુંઝવણો દૂર થાય છે અને ‘આ શાસ્ત્ર પ્રમાણે ચાલવાથી જ હું મારું અંતિમ ધ્યેય આંબી સાચા સુખને પામી શકીશ, આત્માના આનંદને માણી શકીશ' આવો અટલ વિશ્વાસ પેદા થાય છે અને સર્વજ્ઞ શાસ્ત્ર પ્રમાણે - પ્રભુ આજ્ઞા પ્રમાણે ચાલવાની અતિ ઉચ્ચ કોટીની મનોવૃત્તિ ઉત્પન્ન થાય છે. પ્રભુની આજ્ઞાને જણાવનાર શાસ્ત્રવચનો પ્રત્યેનો આવો લગાવ એ જ શાસ્ત્રયોગ છે અને તેનાથી થતી આત્મિક શુદ્ધિ, તે ‘શાસ્ત્રયોગશુદ્ધિ’ છે.
અનાદિકાળથી જીવ મિથ્યાત્વના કારણે મોહથી મુંઝાયેલો જ હોય છે. તે આત્મહિતનો વિચાર સુદ્ધાં કરી શકતો નથી. માત્ર પોતાની વિષય-કષાયને આધીન સ્વચ્છન્દ ચિત્તવૃત્તિથી બાહ્ય પદાર્થોમાંથી સુખ મેળવવા ભટક્યા કરે છે. તેને ભટક્યાનું ભાન પણ હોતું નથી. શાસ્ત્ર તેને આવું ભાન પણ કરાવે છે અને આત્મિક સુખની દિશા પણ બતાવે છે. જ્યારે જીવનો ઘણો કર્મ મલ ઓછો થાય ત્યારે જ આવા શાસ્ત્ર સાથે જીવનું વાસ્તવિક જોડાણ શક્ય બને છે. તે જોડાણમાં દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી સહચરિત એવો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કારણ બને છે. આ ક્ષયોપશમના કારણે જ સાધકમાં પ્રભુ વચનના રાગ સ્વરૂપ ‘શાસ્ત્રયોગશુદ્ધિ’પ્રગટે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org