________________
૧૭૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
અવતરણિકા :
ચિલાતિપુત્રના પ્રસંગમાં શંકા કરીને સમાધાન કરે છેશ્લોક :
न चानेकान्तार्थावगमरहितस्यास्य फलितम्, कथं माध्यस्थ्येन स्फुटमिति विधेयं भ्रमपदम् । समाधेरव्यक्ताद्यदभिदधति व्यक्तसदृश,
फैलं योगाचार्या ध्रुवमभिनिवेशै विगलिते ॥७६|| (शिखरिणी) શબ્દાર્થ :
9. નેહાન્તાવ!ામરહિતણ - અને ‘અનેકાન્તના અર્થના બોધ વગરના - આનું = ચિલતિપુત્રનું (ત્રણ પદનું જ્ઞાન) ૨. મધ્યગ્રેન - (માત્ર) માધ્યચ્યથી રૂ. ૨થે - કેવી રીતે ૪/૫. સ્કુટમ્ કૃત્રિતમ્ - સ્પષ્ટ ફળવાળું થયું ?” ૬/૭. તિ પ્રમપમ્ - એવું ભ્રમપદ = એવી શંકા૮/૨. ન વિધેયં - ન કરવી. ૧૦. યર્ - કારણ કે, 99/૧૨, મનિવેશ વિન્તિ - જ્યારે અભિનિવેશ નાશ પામી જાય છે ત્યારે ૧૩/૧૪, વ્યવત્તાનું સમાધ: - અવ્યક્ત સમાધિથી (પણ) ૧૫. ધ્રુવમ્ - નક્કી ૧૬/૧૭, વ્યવેત્તરદૃશં ફર્સ્ટ - વ્યક્ત (સમાધિ) જેવું ફળ મળે છે, એમ) ૧૮. યોII: - યોગાચાર્યો ૧૨. મધતિ – કહે છે. શ્લોકાર્થ :
અનેકાન્ત અર્થના બોધ વગરના ચિલાતિપુત્રનું ઉપશમ-વિવેક-સંવર આ ત્રણપદનું જ્ઞાન માધ્યશ્મથી કેવી રીતે સ્પષ્ટ ફળવાળું થયું?' આવી શંકા ન કરવી, કેમકે યોગાચાર્યો કહે છે કે, જ્યારે ખોટો આગ્રહ નાશ પામી જાય છે, ત્યારે અવ્યક્ત સમાધિથી પણ વ્યક્ત સમાધિ જેવું જ ફળ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ :
ચિલાતિપુત્રએ પૂર્વે કોઈ અનેકાન્તશાસ્ત્રનો અભ્યાસ કર્યો નહોતો. આમ છતાં તેઓ ઉત્તમ કક્ષાની સમાધિ પ્રાપ્ત કરી, વિપુલ નિર્જરા સાધી શક્યા. આ પ્રસંગ સાંભળી કોઈને એવી શંકા થઈ શકે કે, અત્યાર સુધી તો ગ્રંથકારશ્રી એવું જણાવતાં આવ્યા છે કે, શાસ્ત્રાભ્યાસથી મધ્યસ્થભાવ પ્રગટે અને તેનાથી આત્મહિત સાધી શકાય, તો પછી ચિલાતિપુત્ર શાસ્ત્રાભ્યાસ વગર કેવી રીતે આત્મહિત સાધી શક્યા ? આવી શંકા ન કરવી, કેમ કે, યોગશાસ્ત્રોમાં કહ્યું છે કે, જ્યારે અસદ્ગહ નાશ પામી જાય છે અને માધ્યચ્ય પ્રગટે છે, ત્યારે અનેકાન્તશાસ્ત્રના બોધપૂર્વક થતી વ્યક્ત-સમાધિ જેવું જ ફળ અનેકાન્તના બોધ વગર તેવા પ્રકારના કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતી અવ્યક્તસમાધિ દ્વારા પણ મળી શકે છે. વિશેષાર્થ :
યોગમાર્ગ ઉપર ચાલનારા મહાન આચાર્યો માને છે કે, શાસ્ત્રના અભ્યાસથી પ્રાપ્ત થયેલી વ્યક્તસમાધિ દ્વારા જેવું આત્મહિત સાધી શકાય છે, તેવું જ આત્મહિત અનેકાન્ત શાસ્ત્રના અભ્યાસ વગર પ્રાપ્ત થતી અવ્યક્તસમાધિથી પણ સાધી શકાય છે. શરત એટલી જ કે આત્મામાંથી અસદૂગ્રહ નાશ પામી જવો જોઈએ અને મધ્યસ્થભાવ પ્રગટવો જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org