________________
દ
પરિશિષ્ટ વેદાન્તદર્શન સાર
(શ્લોક – ૫૦-૫૧)
‘વેદાંત' એટલે વેદોનો અંતભાગ, વેદોના પૂર્વભાગમાં યજ્ઞાદિ કર્મોનાં મંત્રો છે અને ઉત્તરભાગમાં આત્મજ્ઞાનમાં મંત્રો છે, તેને ઉપનિષદ્ મંત્રો કહેવાય છે. ઉપનિષદો વેદના અંતમાં છે તેથી તે વેદાંત છે અને ઉપનિષદ્ મંત્રોની એકવાક્યતા સ્થાપવા માટે રચાયેલા સિદ્ધાંતો તે ‘વેદાંતદર્શન' છે. બાદરાયણ ઋષિનાં ‘બ્રહ્મસૂત્રો’ વેદાંતનો મૂલાધાર છે. વેદાંતને ઉત્તરમીમાંસા પણ કહેવાય છે.
પૂર્વમીમાંસાની જેમ જ વેદાંતમાં કોઈ દેવિવશેષ ઈશ્વર તરીકે સંમત નથી.
ઉપનિષદોનાં તમામ વાક્યોનું તાત્પર્ય એક અને પ્રત્યેક આત્મા સાથે અભિન્ન ‘બ્રહ્મ' - તત્ત્વમાં છે. આ વેદાંતનો કેન્દ્રવર્તી વિચાર છે.
બ્રહ્મની જ એકમાત્ર સત્તાનો સ્વીકાર અને બ્રહ્મ સિવાય તમામ પદાર્થની સત્તાનો અસ્વીકા૨ ક૨વાને કા૨ણે આ દર્શન ‘અદ્વૈતવાદી’ દર્શન તરીકે પ્રસિદ્ધ છે. દ્વૈતઇંભેદ, અદ્વૈતઇંઅભેદ. તમામ તત્ત્વોના બ્રહ્મ સાથે અભેદનું પ્રતિપાદન અદ્વૈત સિદ્ધાંતમાં કરવામાં આવે છે.
અદ્વૈતવાદને સમજવા કેટલાક અન્ય સિદ્ધાંતો ખ્યાલમાં રાખવા જરૂરી છે.
(૧) આત્મા સ્વયંસિદ્ધ છે. તેની સિદ્ધિ માટે કોઈ પ્રમાણની જરૂર નથી. (૨) આત્મા જ્ઞાન = જ્ઞપ્તિસ્વરૂપ છે.
(૩) જ્ઞાતા અને જ્ઞાન ભિન્ન ભિન્ન નથી.
(૪) જ્ઞાનના વિષયભૂત પદાર્થોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી.
જગતમાં દેખાતી વસ્તુઓનું આકાર સહિત સ્વરૂપ જે ઉત્ત્પત્તિશીલ અને વિનાશશીલ છે તે સત્ય નથી. કારણ કે સત્ય હંમેશાં ત્રિકાલાતીત હોય છે. તમામ પદાર્થોનું મૂળ ઉપાદાનસ્વરૂપ જે સદા અવિનાશી છે તે જ સત્ય છે અને તે એક જ છે. આ તત્ત્વનું નામ જ ‘બ્રહ્મ’ છે. બ્રહ્મ જગતની ઉત્પત્તિ સ્થિતિ, લયનું કારણ છે, સત્, ચિત્ અને આનંદસ્વરૂપ છે, તે ત્રિગુણાતીત છે. જીવ કે જગતના કોઈ ગુણ તેની પર આરોપિત નથી. તે ત્રણ પ્રકા૨ના ભેદથી મુકત છે. ભેદના ત્રણ પ્રકાર છે : (૧) વિજાતીયભેદ (૨) સજાતીયભેદ (૩) સ્વગતભેદ.
મનુષ્ય અને પશુની જાતિ ભિન્ન છે માટે તે બે વચ્ચે વિજાતીયભેદ છે. ભારતીય મનુષ્ય અને વિદેશી મનુષ્ય વચ્ચે દેશકૃત સજાતીયભેદ છે અને પ્રત્યેક મનુષ્ય અન્ય તમામ મનુષ્યોથી અને વસ્તુઓથી જુદો છે તે ‘સ્વગતભેદ’ને કારણે છે.
દશ્યમાન જગતમાં દ્વૈતની પ્રતીતિ ‘માયા'ને કારણે થાય છે. માયા એટલે અજ્ઞાન. જેમ અગ્નિની દાહક શક્તિ છે તેમ માયા બ્રહ્મની જ એક શક્તિ છે. તે સત્ પણ નથી, અસત્ પણ નથી. સદસત્ પણ નથી. સદસદ્ ભિન્ન પણ નથી. તેના સ્વરૂપનું નિર્વચન કરવું શક્ય નથી, તે સત્ત્વ રજસ, તમસ્ આ ત્રણ ગુણાત્મક છે અને જ્ઞાનની વિરોધિની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org