________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨
જેમાં અશુદ્ઘનયના આવાપ-ઉદ્યાપની અર્થાત્ પદાર્થનો નિર્ણય કરવા કરાતા ઊહાપોહની વિશ્રાન્તિ છે, તે શુદ્ધ અનુભવથી સંવેદ્ય એવું પ૨માત્માનું સ્વરૂપ છે. ૨૭
૨૩૫
અશુદ્ઘનયના આવાપ-ઉદ્યાપની જ્યાં વિશ્રાન્તિ છે, તે પરમાત્માનું સ્વરૂપ છે; આથી જેટલાં પણ ગુણસ્થાનકો છે અને જેટલી પણ માર્ગણાઓ છે, તે બન્નેમાંથી કોઈની પણ સાથે ૫રમાત્માનો સંબંધ જ નથી. ૨૮
કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા ભાવોને જે વ્યક્તિ આત્માના પોતાના ભાવો તરીકે સ્વીકારે છે, તેના વડે પરમાત્માનું સ્વાભાવિકસ્વરૂપ જણાયું જ નથી. ૨૯
જેમ નોકર એવા યોદ્ધાઓએ કરેલ યુદ્ધનો સ્વામીને વિષે જ ઉપચાર થાય છે, તેમ અવિવેકના કારણે કર્મના સમૂહથી ઉત્પન્ન થયેલ ભાવોનો શુદ્ધાત્મામાં ઉપચાર થાય છે. ૩૦
જેમ માર્ગમાં મુસાફર લૂંટાય તો ‘આ માર્ગ લૂંટાય છે' એવો ઉપચાર થાય છે, તેમ અજ્ઞાની વ્યક્તિ કર્મની વિક્રિયાનો આત્મામાં વ્યવહાર કરે છે. ૩૧
ઉદયમાં આવેલા કર્મની આરબ્ધશક્તિથી એક ક્ષેત્રમાં રહેલા હોવાથી કર્મો સ્વયં જ આવે છે - રહે છે. તેમાં = આ રીતે કર્મો આવીને રહે છે તે વિષયમાં, જ્ઞાનયોગી = જ્ઞાની દોષનો ભાગી બનતો નથી. ૩૨
લોકમાં રહેલા જ્ઞાનયોગીઓની લાકડાના યન્ત્રમાં રહેલી પૂતળીના નૃત્ય જેવી પ્રવૃત્તિઓ તેમને બાધક બનતી નથી. ૩૩
જ્ઞાનીની પ્રારબ્ધ અદૃષ્ટથી ઉત્પન્ન થયેલી ક્રિયા પણ તેમનામાં સામાયિકજન્ય વિવેક હોવાને કારણે સ્પષ્ટ જણાતા ઔચિત્યનું ઉલ્લંઘન કરતી નથી. ૩૪
કાજળના ઘર સમાન સંસારમાં ૨હેતા, પૌદ્ગલિક સ્વાર્થને સાધવામાં તત્પર એવા દુનિયાના સર્વ લોકો (કર્મથી) લેપાય છે, પણ જ્ઞાનસિદ્ધયોગી લેપાતા નથી. ૩૫
“હું પુદ્ગલભાવોનો કર્તા નથી, કરાવનાર નથી અને અનુમોદના ક૨ના૨ પણ નથી” આવા (અનુભૂતિપૂર્ણ) આત્મજ્ઞાનવાળો યોગી કેવી રીતે લેપાય ? (અર્થાત્ ન લેપાય) ૩૬
‘વિચિત્ર રંગોવાળું દેખાતું આકાશ જેમ કાજળવડે એટલે કે તે તે અવકાશી રંગો વડે લેપાતું નથી, તેમ પુદ્ગલોથી હું લેપાતો નથી પણ પુદ્ગલનો સમૂહ લેપાય છે.' આ પ્રમાણે ધ્યાન કરતો જ્ઞાનસિદ્ધયોગી લેપાતો નથી. ૩૭
નિર્લેપજ્ઞાનમાં મગ્ન બનેલા મહાત્માને માત્ર લિપ્તતા-જ્ઞાનના સંપાતને (લિપ્તતા જ્ઞાનને આવી પડતું) અટકાવવા માટે સર્વે ક્રિયા ઉપયોગી છે. ૩૮
તપ, શ્રુત વગેરેથી મત્ત = અહંકારી બનેલો સાધક (આવશ્યકાદિ) ક્રિયાવાળો હોય તોપણ કર્મોથી લેપાય છે (જ્યારે) ભાવનાજ્ઞાનથી ભાવિત મતિવાળો સાધક નિષ્ક્રિય હોય તોપણ લેપાતો નથી. ૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org