________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨
૨૩૭
આ સંસારવર્તી જીવોનું બ્રહ્મ મલવાળું છે અને મોક્ષવર્તી જીવોનું બ્રહ્મ નિર્મળ છે' આવું વૈત જ્યારે ચાલ્યું જાય છે ત્યારે એક અદ્વૈત નિર્મળ બ્રહ્મ જ બાકી રહે છે. ૪૦
પવનના આવેગથી ઉત્પન્ન થયેલા તરંગો જેમ સમુદ્રમાં જ સમાઈ જાય છે તેમ નથી ઉત્પન્ન થયેલા ભેદો મહાસામાન્ય એવા શુદ્ધ બ્રહ્મમાં સમાઈ જાય છે. ૪૧
જો કે મહાસામાન્ય જીવ, અજીવ આદિ છએ દ્રવ્યમાં જે ઐક્ય છે = એકાત્મતા છે તેને સ્પર્શનારું છે; તોપણ પર = જીવ સિવાયના અન્ય દ્રવ્યો અનુપયોગી હોવાથી તે = મહાસામાન્ય માત્ર જીવમાં વિશ્રાન્ત પામે છે. ૪૨ આ રીતે = આત્મા સિવાયનાં દ્રવ્યો શુદ્ધ આત્મસ્વરૂપને પામવા માટે ઉપયોગી ન હોવાથી સતુ સામાન્યને બ્રહ્મ માત્રમાં
ઋજુસુત્રનયના આધારે જોનાર, અને બોલનાર સંગ્રહનયથી બ્રહ્મ સતુ-ચિતુ-આનંદસ્વરૂપે વ્યવસ્થિત થાય છે. ૪૩
સત્ત્વ, ચિત્ત્વ આદિ ધર્મો સંબંધી ભેદ-અભેદની વિચારણા કરવામાં આવે ત્યારે આ અર્થ = “અદ્વૈત બ્રહ્મ સચ્ચિદાનંદમય છે' એ અર્થ અસંગત નહીં થાય; કેમકે નિર્વિકલ્પની પ્રસિદ્ધિ છે. ૪૪ સાધક જ્યારે ચારિત્રયોગથી ઉત્પન્ન થયેલા અનુભવજ્ઞાનમાં આરૂઢ થાય છે ત્યારે “સત્' માત્રના વિષયવાળા નિર્વિકલ્પજ્ઞાનના ઉપયોગમાં વિકલ્પોના સમૂહને સહન ન કરવા - ન સ્પર્શવાં તે ભૂષણ છે, પરંતુ દૂષણ નથી. ૪૫ માધુર્યવિશેષની જેમ યોગજ અનુભવ વર્ણવવો પણ શક્ય નથી અને નિષેધ કરવો પણ શક્ય નથી (તેથી) અનુભવસ્વરૂપ અર્થ પ્રાજ્ઞ પુરુષો વડે દૂષિત કરવા યોગ્ય નથી. ૪૬
જેમ કુંવારી કન્યા પતિના સમાગમથી થયેલાં સુખને જાણતી નથી, તેમ સામાન્ય લોક યોગીઓના જ્ઞાનજન્ય સુખને જાણતો નથી. ૪૭
આ નિર્વિકલ્પ સમાધિની વાત અત્યંત પરિપક્વ બોધવાળાને જ કહેવા યોગ્ય છે; અધકચરા જ્ઞાનવાળાને આ કહેવા યોગ્ય નથી, અને તેમ અન્ય દર્શનકારોએ પણ કહ્યું છે. (જે આ પછીના શ્લોકમાં કહેવાશે.) ૪૮ યોગની પ્રારંભિક ભૂમિકામાં શિષ્યને શમ, દમ પ્રમુખ ગુણો વડે પ્રતિબોધે અને પછીથી તેને “આ બધું બ્રહ્મ છે' અને ‘તું શુદ્ધ છે' એવો બોધ આપે. ૪૯
બ્રહ્મના - આત્માના સ્વરૂપને હજુ જેણે પૂરેપૂરું જાણ્યું નથી તે અર્ધપ્રબુદ્ધ એવા અજ્ઞાનીને જે ઉપદેશક એમ કહે કે, આ સર્વ બ્રહ્મ છે” તે ઉપદેશક વડે તે અજ્ઞાની જીવ મહાનરકની જાળમાં ફસાવાય છે. ૫૦
આગળના શ્લોકોમાં જણાવ્યા મુજબ “જે ઉપદેશક પ્રારંભિક ભૂમિકાવાળા શિષ્યને (અપક્વ ભૂમિકાવાળાને) અદ્વૈતબ્રહ્મનો ઉપદેશ આપે છે, તે શિષ્યને મહાનરકની જાળમાં ફસાવે છે' તે કારણથી યોગની પ્રારંભિક દશામાં સવિકલ્પોરૂપ વ્રતાદિ દ્વારા ચિત્તને શુદ્ધ કરવું જોઈએ, કારણ કે, કામાદિવિકારો પ્રતિસંખ્યાન દ્વારા = પ્રતિપક્ષભાવના દ્વારા નાશ પામે તેવા છે. ૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org