Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Upadhyay, Kirtiyashsuri
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 284
________________ મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨ ૨૪૭ કોઈક કહે છે કે, ઇશ્વરના શરીરની જેમ જ્ઞાનીનું શરીર પણ અન્યના કર્મથી ટકી રહે છે' તે વાત ગળે ઉતરે તેવી નથી, પણ તદ્દન અયોગ્ય છે. ૨૫ (જ્ઞાનરૂપી અગ્નિમાં આયુષ્ય કર્મ સહિત સર્વ કર્મનો નાશ કર્યા પછી પણ) જો શિષ્યના અદૃષ્ટથી જ્ઞાનીનું શરીર ટકી રહેતું હોય તો, શત્રુના અદૃષ્ટથી (નાશ પણ પામવું જોઈએ, છતાં તે) નાશ પામતું નથી, એમાં શું પ્રમાણ છે ? ૨૬ નૈયાયિકો જેમ ઉપાદાન કારણનો નાશ થયા પછી પણ (કારણ વિનાનું) કાર્ય એક ક્ષણ રહે છે એવું માને છે. તેની જેમ (અદૃષ્ટ એવા કારણનો નાશ થયા પછી પણ) વિદ્વાનના શરીરની સ્થિતિ લાંબો કાળ રહે છે, એવું તમારું સમાધાન યોગ્ય નથી. ૨૭ (પૂર્વ શ્લોકમાં વેદાન્તીએ કરેલું સમાધાન યોગ્ય નથી, કારણ કે (ઉપાદાનકારણના નાશ સિવાય) કાર્યનાશ પ્રત્યે અન્ય કોઈ હેતુ ન હોવાને કારણે; નૈયાયિકો વડે જે નિરુપાદાન કાર્યની ક્ષણ સ્થિતિ સ્વીકારાઈ છે, તે તેમના માટે ઇષ્ટ છે. (પરંત) અહીં = અદૃષ્ટ વિના પણ જ્ઞાનીનું શરીર લાંબો કાળ ટકે છે તે પ્રસ્તુત વિષયમાં, તે (હનુ) = શરીરનાશ પ્રત્યે અન્ય કોઈ કારણ હાજર નથી એવો (હેતુ) દુર્વચ છે એટલે કે અસંગત છે. ૨૮ અન્યનું શિષ્યનું અદષ્ટ જો જ્ઞાનીના દેહપાતમાં પ્રતિબન્ધક બનતું હોય તો મરતા એવા પણ જ્ઞાની ગુરુ શિષ્યના અદૃષ્ટને કારણે જીવવા જોઈએ. ૨૯ ઉપાદાન વગર પણ એટલે કે આયુષ્ય કર્મ વિના પણ વિદ્વાનના શરીરની સ્થિતિ સ્વભાવથી જ સંભવે એવું તમારું કથન સ્વીકારી લઈએ તોપણ તે સ્વભાવથી ટકેલું જ્ઞાનીનું શરીર કેટલો સમય ટકશે એ સંબંધી કોઈ યુક્તિ વિદ્યમાન નથી. ૩૦ (જ કારણથી ઉછંખ વેદાન્તીઓ ભગવદ્ગીતાના વચનનું તાત્પર્ય જાણતા નથી) તે કારણથી ઉચ્છંખલ વેદાન્તીઓનો આ મત વિચારણીય છે એટલે કે અસંગત છે; પરંતુ પ્રારબ્ધ-અદષ્ટના કારણે જ વિદ્વાનનું શરીર ટકી રહે છે એમ જાણવું. ૩૧ (જે કારણથી પ્રારબ્ધ-અદષ્ટથી જ્ઞાનીનું શરીર ટકે છે) તે કારણથી જો તમારા વડે પ્રારબ્ધતર અદષ્ટને જ જ્ઞાનનાશ્ય તરીકે ઇચ્છાય છે તો લાઘવ હોવાથી તમારે વિજાતીય એવા અદૃષ્ટની જ જ્ઞાનનાશ્ય અદૃષ્ટ તરીકે કલ્પના કરવી જોઈએ. ૩૨ અને આ રીતે વિજાતીય કર્મ જ જ્ઞાનનાશ્ય છે એવી કલ્પના કરવાથી જ્યારે જ્ઞાનીના જ્ઞાનનાશ્ય કર્મનો ક્ષય થઈ જાય ત્યારે માત્ર ક્રિયાથી જ નાશ પામે તેવા કર્મોનો ક્ષય કરવા માટે જ્ઞાનીને પણ શાસ્ત્રોક્ત ક્રિયા ઉપયોગી બને છે. (આમ અનેક યુક્તિ-પ્રયુક્તિઓ પછી શ્લોક ૨૦ની વાત સત્ય ઠરે છે.)૩૩ જ્ઞાન અને ક્રિયાને એકબીજા સાથે પ્રતિબન્ધ હોવાથી સર્વકર્મના નાશમાં તે બન્નેનો સમુચ્ચય કારણ બને છે (પણ તે બને સ્વતંત્રરૂપે સર્વકર્મના નાશ પ્રત્યે કારણ બની શકતા નથી તેવું અન્યદર્શનકારો પણ કહે છે. ૩૪ સાધક જ્યાં સુધી જ્ઞાન અને મહાપુરુષોના ઉચિત આચારોનો સમાન રીતે અભ્યાસ કરતો નથી, ત્યાં સુધી તેને જ્ઞાન અને ઉચિત આચારો (ક્રિયાઓમાંથી એક પણ સિદ્ધ થતાં નથી. ૩૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300