Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Upadhyay, Kirtiyashsuri
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 290
________________ મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨ ૨૫૩ પાપભીરુ સાધુ થોડા પણ કષાયરૂપી અગ્નિ ઉપર સત્વરે વિશ્વાસ મૂકતો નથી, કેમ કે વધતા એવા તે કષાયરૂપી અગ્નિને જો સામ્યરૂપી પાણીના પૂરથી ઠારવામાં ન આવે તો તે ગુણોના સમુદાયને બાળી નાંખે. ૧૧ જ્ઞાનીઓના કષાયો માત્ર પ્રારબ્ધથી ઉત્પન્ન થયેલા હોવાથી આભાસિક છે (પણ વાસ્તવિક નથી),” આવું કહેવું તે અભિમાન માત્ર છે. કેમ કે, જે (કાષાયિક) ભાવ પ્રતિપક્ષથી નાશ પામે તેવો હોય તે સામ્યરતિ ઉત્પન્ન થયે છતે ન રહે, જેમ (જ્ઞાન ઉત્પન્ન થયે છતે તેનો પ્રતિપક્ષી એવો) અબોધ રહેતો નથી. ૧૨ જે જીવના તપ, ક્રિયા વગેરે અનુષ્ઠાનો સમતા પ્રાપ્ત કર્યા વિના માત્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવામાં સમાપ્ત થાય છે, એ જીવ કામધેનુ, ચિંતામણિ અને કામકુંભ (સમાન અનુષ્ઠાનોને) ફૂટી કોડીના મૂલ્યવાળા કરી નાંખે છે. ૧૩ જ્ઞાની, ક્રિયાવાન, વિરતિધર, તપસ્વી, ધ્યાની, મૌની અને સ્થિરસમ્યગુદર્શનવાળા સાધુ પણ તે ગુણને ક્યારેય પ્રાપ્ત કરતા નથી કે જે ગુણને સામ્ય સમાધિમાં સ્થિર થયેલ સાધુ પ્રાપ્ત કરે છે. ૧૪ દુર્યોધન વડે હણાયા તો પણ જેમણે કોપ ન કર્યો અને પાંડવો દ્વારા નિમાયા તોપણ જેમણે હર્ષ ન કર્યો, અંતરમાં સમતાભાવવાળા તે શ્રેષ્ઠ મુનિ શ્રી દમદત્ત ભદંતની અમે સ્તુતિ કરીએ છીએ. ૧૫ ઈન્દ્ર દ્વારા પ્રેરાયેલા પણ જે નમિરાજર્ષિ પોતાની મિથિલા નગરીને બળતી જોઈને સમતાભાવથી એવું માનતા હતા કે, ‘આમાં મારું કાંઈ પણ બળતું નથી'; તેથી તેમનો યશ ચારે કોર ફેલાયો. ૧૬ સમતાના પ્રભાવથી શરીરની મમતાનો નાશ કરનારા અત્યંત સત્ત્વશાળી એવા સ્કન્ધકસૂરિના શિષ્યોએ (તેલ પીલવાની ઘાણીરૂપ) કર્કશ યત્રમાં અત્યંત પીડાનો ભોગ બનવા (છતાં પણ) પોતાના આત્માને શાશ્વત માનીને શું પીડા સહન ન કરી ? ૧૭ સમતારૂપી સમાધિવાળા મેતાર્યમુનિનું આ લોકોત્તર એવું સુંદર ચરિત્ર છે, કેમ કે ભીના ચામડાથી બંધાયું હોવાના કારણે તેઓ (તડકામાં) તપ્યા, પરંતુ હૃદયથી (ક્રોધરૂપી તાપથી) ક્રોધિત ન થયા. ૧૮ અધમ સસરાએ સ્મશાનના અંગારાથી મસ્તક સળગાવ્યું, તોપણ જેઓ અંતરથી બળ્યા નહિ અર્થાતુ ક્રોધિત થયા નહિ, તે મુનિઓમાં મુગટ સમાન, સમતારૂપી અમૃતના સાગર જેવા, શ્રીકૃષ્ણ મહારાજાના નાના ભાઈ ગજસુકુમાલ મુનિ કોના વડે સેવ્ય નથી ? ૧૯ ગંગાજળમાં દેવ વડે શુળી ઉપર વિંધાયા છતાં પણ જેમણે સમતાના અનુવેધને ન છોડ્યો તે પ્રયાગતીર્થનો ઉદય કરનારા અર્ણિકાપુત્ર આચાર્ય મુનિઓ માટે આદરણીય છે. ૨૦ સ્ત્રી, ગર્ભ, ગાય અને બ્રાહ્મણની હત્યાથી ઉત્પન્ન થયેલા પાપના કારણે અધ:પતનને અભિમુખ બનેલા દઢપ્રહારી વગેરે સમતાના આલંબનથી ક્ષણવારમાં મોક્ષપદ પામ્યા. ૨૧ Jain Education International For Personal & Private Use Only www ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300