Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Upadhyay, Kirtiyashsuri
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 288
________________ મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨ ૨૫૧ II ચતુર્થ અધિકાર II પગરખાં વગરનો માણસ જેમ ગામ કે નગરના કાંટાથી ઉત્પન્ન થતી અરતિની પીડાને પામે છે, (પરંતુ રથમાં બેઠેલા માણસને આવી પીડા થતી નથી) તેમ જ્ઞાન અને ક્રિયારૂપી બે ઘોડાઓથી યુક્ત સમતારૂપી રથમાં આરૂઢ થયેલા મોક્ષગામી યોગીને પણ કોઈ પ્રકારની પીડા ઉત્પન્ન થતી નથી. ૧ આત્મહિતકર પ્રવૃત્તિમાં અત્યંત જાગૃત રહેતા, પર સંબંધી પ્રવૃત્તિ પ્રત્યે = પૌગલિક પ્રવૃત્તિ પ્રત્યે બહેરા, આંધળા અને મૂંગા બનેલા તથા શુદ્ધ ચૈતન્યના આનંદના સ્થાનભૂત મોક્ષપદને પામવા સદા ઉપયોગશીલ રહેતા યોગી લોકોત્તર સામ્યને પ્રાપ્ત કરે છે. ૨ પૃથ્વી જેમ પર્વતો કે સમુદ્રો વડે ક્યારેય પણ અસ્થિર બનતી નથી તેમ સામ્યયોગ-વાળા યોગી પ્રબળ પરીષહો કે ઉપસર્ગોના યોગથી ક્યારેય પણ ચલાયમાન થતા નથી. ૩ સમતારૂપી એક સિદ્ધ ઔષધિથી મૂછિત કરવામાં આવેલો મનરૂપી પારો જો અરતિ રૂપી અગ્નિના યોગથી ઊડીને આમતેમ ન જાય અર્થાત્ વિહ્વળ ન થાય તો મોક્ષની પ્રાપ્તિસ્વરૂપ કલ્યાણની સિદ્ધિ થવામાં કોઈ વિલમ્બ ન થાય. ૪ જેનું હૃદય સમતારૂપી સુખમાં ડૂબેલું છે તેવા યોગીને બાહ્ય પૌગલિક સુખમાં આનંદ આવતો નથી. ખરેખર જ્યારે ઘરમાં જ કલ્પવૃક્ષ ઉત્પન્ન થયું હોય ત્યારે ધનનો લોભી કયો માણસ જંગલમાં રખડવા જાય ? ૫ જે સામ્યયોગમાં અવિદ્યાથી યુક્ત બાહ્ય વસ્તુના વિસ્તારથી ઉત્પન્ન થયેલી ભ્રાન્તિ શાન્ત થઈ છે તે ચૈતન્યરૂપી એક સમુદ્રના નિસ્તરંગ સ્વભાવ સ્વરૂપ સામ્યયોગમાં સુબુદ્ધિ રમે છે. હું જ્યારે શુદ્ધ આત્મતત્ત્વને પુષ્ટ કરનારા સ્પર્ધાત્મક સંવેદનાવાળા વિશિષ્ટ કોટિના વિચારો, અન્ય = બાહ્યપદાર્થોમાં રહેલી બુદ્ધિને અર્થાતુ પર પદાર્થો સંબંધી વિપરીત બુદ્ધિને પાછી વાળે છે, ત્યારે બાકી રહેલો સમતાભાવ પણ વિસ્તરે છે. ૭ સમતાભાવ વિના વિસ્તાર પામતા મમતાભાવવાળું સામાયિક માયારૂપ જ છે' એમ હું માનું છું. (વાસ્તવમાં તો જીવમાત્રમાં જે ગુણો) સમાન હોય તેવા સદ્ગણોનો લાભ થયે છતે જ શુદ્ધનયો સામાયિકને શુદ્ધ જાણે છે. ૮ ચન્દ્ર, સૂર્ય કે દીવાની દેદીપ્યમાન જ્યોતિથી પણ જે પરમાત્મતત્ત્વ પૂર્વમાં પ્રકાશિત થયું નથી, તે પરમાત્મતત્ત્વ સમતારૂપી મણિનો પ્રકાશ ફેલાતાં અંતરમાં પ્રકાશિત થાય છે. ૯ વિવેકથી ઉત્પન્ન થયેલી એવી જે એક સમતાનો આશ્રય કરનારા ભરતાદિ રાજાઓ નિર્વાણને પામ્યા તે સમતા જ મુનિઓનો (મોશે પહોંચવાનો) સરળ માર્ગ છે. બાકી સર્વ (માર્ગો યોગો) તો સમતાનો પ્રપંચ છે, એટલે કે સમતાનો આગળ-પાછળનો વિસ્તાર છે. ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300