Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Upadhyay, Kirtiyashsuri
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 286
________________ મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨ ૨૪૯ જે પ્રમાણે છબસ્થ અવસ્થામાં જ્ઞાન અને ક્રિયા સાથે ચાલનારા છે તે પ્રમાણે ક્ષાયિક જ્ઞાન અને ક્રિયા પણ સાથે જ રહે છે, તેમ બુદ્ધિશાળીઓએ જાણવું જોઈએ; કારણ કે કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય એવા જિનવૃષભો (જિનેશ્વરભગવંતો) પણ યોગનિરોધ નામની ક્રિયા કરીને સિદ્ધ થાય છે, તે સિવાય નહિ. ૩૬-૩૭ (એકલું જ્ઞાન કર્મનાશ કરવા અસમર્થ છે પણ જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચય જ કર્મક્ષય કરવા સમર્થ છે) તે કારણથી જેઓ ક્રિયાથી રહિત છે અને જ્ઞાનમાત્રના અભિમાની છે, તેઓ જ્ઞાન અને ક્રિયાથી ભ્રષ્ટ થયેલા નાસ્તિકો જ છે, તેમાં કોઈ સંશય નથી. ૩૮ પેતાને જ્ઞાન ઉત્પન્ન થયું છે એવું પ્રકાશિત કરીને નાસ્તિકો એક જુદો જ દૃષ્ટિકોણ રજુ કરી લોકોથી કામાદિને છુપાવીને જગતને છેતરે છે. ૩૯ જ્ઞાનના પરિપાકથી જ ક્રિયા અસંગપણાને પામે છે. ગંધ જેમ ચંદનથી છૂટી પડતી નથી તેમ આ અસંગભાવને પામેલી ક્રિયા જ્ઞાનથી પૃથક્તાને પામતી નથી અર્થાત્ જ્ઞાનથી જુદી નથી રહેતી. ૪૦. અન્ય દર્શનમાં રહેલા યોગીઓએ જે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એમ ચાર પ્રકારના અનુષ્ઠાનો કહ્યા છે તે સર્વ ભેદો પણ આ રીતે જ્ઞાન અને ક્રિયાનો સમુચ્ચયવાદ સ્વીકારવાથી જ ઘટે છે. ૪૧ જ્ઞાન અને ક્રિયામાં એકી સાથે યત્ન કરવાવાળો વ્યક્તિ જ દ્રવ્ય અને ભાવથી શુદ્ધ થતો પરમપદને પામે જ છે. ૪૨ ૧, જ્ઞાન અને ક્રિયાના સંયોગથી જેઓનું ચિત્ત વિશ્રાન્ત થયું છે, ૨. નિરાબાધ = નિરતિચાર ચારિત્ર વ્રત જેમને પ્રગટ થયું છે, ૩. નયની દૃષ્ટિ ખૂલવાથી જેઓએ દરેક પદાર્થના સંપૂર્ણભાવોને નિર્ણાત કર્યા છે = જેઓ દરેક પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણે છે, ૪. તપની શક્તિથી જેઓએ ચારેકોર પ્રસિદ્ધ પ્રભાવ પ્રાપ્ત કર્યો છે, ૫. જેઓ ભય-ક્રોધ-માયા-મદ-અજ્ઞાન-નિદ્રા-પ્રમાદ આદિ કાષાયિક ભાવોથી મુક્ત છે, ૭. જેઓ શુદ્ધમુદ્રાને ધારણ કરે છે, ૭. જેઓને યશ રૂપી લક્ષ્મીએ આલિંગન કર્યું છે = જેઓનો યશ ત્રણે લોકમાં ફેલાયેલો છે તથા ૮. જેઓ વાદીરૂપી હાથીઓના મદને ઉતારવામાં સિંહ જેવા છે, તે મુનીન્દ્રો જય પામે છે. ૪૩-૪૪ I તૃતીય અધિકાર સમાપ્ત .. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300