Book Title: Adhyatma Upnishad Part 01
Author(s): Yashovijay Upadhyay, Kirtiyashsuri
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 282
________________ મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨ ૨૪૫ સિદ્ધભાવને સ્થિર કરવા માટે અને અસિદ્ધભાવને પ્રગટ કરવા માટે શાંતચિત્તવાળાને ક્રિયા ઉપયોગી જ છે. (અહીં Uવ કાર ભિન્નક્રમવાળો છે.) ૧૨ ખેદની વાત છે કે, માર્ગનો જાણકાર પણ ચાલવાની ક્રિયા કર્યા વગર ઇચ્છિત નગરને પ્રાપ્ત કરી શકતો નથી, તેમ ક્રિયા વગરનું એકલું જ્ઞાન (મોક્ષફળ આપવા માટે) નિરર્થક છે, અસમર્થ છે. ૧૩ જેમ દીપક સ્વયં પ્રકાશરૂપ હોવા છતાં તેલ પૂરવું આદિ ક્રિયાની અપેક્ષા રાખે છે, તેમ પૂર્ણજ્ઞાની કેવળજ્ઞાની પણ અવસરે સ્વભાવરૂપ કાર્યને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રાખે છે. ૧૪ બાહ્યભાવને = પૌદ્ગલિકભાવને આગળ કરીને ક્રિયાના અવ્યવહારથી = ક્રિયા નહીં કરીને જેઓ તૃપ્તિને = મોક્ષને ઇચ્છે છે, તેઓ મુખમાં કોળિયો મૂક્યા વિના તૃપ્તિની ઇચ્છા રાખનારા જેવા છે. ૧૫ ગુણવાન પ્રત્યેના બહુમાન આદિ દ્વારા અને વ્રતાદિનું નિત્ય સ્મરણ કરવા દ્વારા થતી સતક્રિયા, ઉત્પન્ન થયેલા ભાવનો નાશ થવા દેતી નથી અને નહિ ઉત્પન્ન થયેલા ભાવને ઉત્પન્ન કરે છે. ૧૯ ક્ષાયોપથમિક ભાવમાં વર્તતા જે તપ-સંયમાદિની ક્રિયાઓ કરાય છે, તે ક્રિયા વડે (સંયમાદિથી) પડી ગયેલા વ્યક્તિઓને પણ ફરી તે ભાવની=વ્રત, સંયમ આદિના પરિણામની પ્રકૃષ્ટ વૃદ્ધિ થાય છે. ૧૭ (ગુણવાન પ્રત્યેના બહુમાનાદિપૂર્વક લાયોપથમિકભાવમાં વર્તતા જે ક્રિયાઓ થાય છે, તે ક્રિયાઓમાં શુભભાવને ઉત્પન્ન કરવાનું, વધારવાનું કે પડી ગયેલા ભાવને પુન: પ્રકૃષ્ટ બનાવવાનું સામર્થ્ય રહેલું છે,) તેથી કરીને ગુણની વૃદ્ધિ માટે અથવા ભાવને અખંડિત રાખવા માટે ક્રિયા કરવી જોઈએ (કેમ કે) એક જ સંયમસ્થાન તો (માત્ર) જિનોને રહે છે. (બાકીના સાધકોના સંયમ સ્થાનમાં - સંયમના ભાવોમાં ચઢાવ-ઉતાર આવ્યા કરે છે.) ૧૮ ક્રિયાનયની વાતમાં નતુ થી વિરોધ દર્શાવતાં જ્ઞાનનય કહે છે કે, જ્ઞાન અજ્ઞાનનું નાશક હોવાને કારણે મહત્ત્વનું છે, કેમકે (વ્યવહારમાં પણ દેખાય છે કે, દોરડામાં “આ સાપ છે' એવો ભ્રમ કાંઈ દોરડા તરફ જવાની ક્રિયાથી નાશ પામતો નથી. (પણ “આ સાપ નથી” એવા જ્ઞાનથી નાશ પામે છે.) ૧૯ (ક્રિયાનય જ્ઞાનનયના મંતવ્યનો આંશિક સ્વીકાર કરતાં કહે છે કે,) તારી વાતનો હેતુ સાચો હોવા છતાં તે પૂર્ણતયા સત્ય નથી, કેમ કે, જ્ઞાનીને પણ સંચિત કર્મોનો નાશ કરવા આગમમાં જણાવેલી ક્રિયા ઉપયોગી છે, કારણ કે (આગળના શ્લોકમાં) આસૂર ઋષિએ પણ કહ્યું છે... ૨૦. હે પુત્ર ! ક્રિયાથી જેમ ડાંગરના ફોતરા કે તાંબાની કાળાશ નાશ પામે છે, તેમ ક્રિયાથી જીવનો મળ પણ નાશ પામે છે. (આ સાંભળી શંકા થાય કે તાંબાની કાળાશ તો આગંતુક છે, તેથી તે નાશ પામી શકે પણ જીવનો મલ તો સહજ છે, અનાદિકાળથી જીવમાં રહેલો છે, તે શું નાશ પામી શકે ? તેથી આસૂરઋષિ પોતાની વાતને પુષ્ટ કરવા બીજા શ્લોકમાં જણાવે છે કે, તડુલની જેમ જીવનો સહજ પણ મલ (ક્રિયામાં ઉદ્યમ કરવાથી) અત્યંત નાશ પામે છે. તેમાં કોઈ સંદેહ નથી, તેથી તે ઉદ્યમ કર. ૨૧-૨૨ અવિદ્યા, હિંદક્ષા, ભવબીજ, વાસના અને સહજમલ; આ દરેક કર્મના પર્યાયવાચી શબ્દો કહેવાયેલ છે. ૨૩ જે જ્ઞાનીએ કર્મોને ભસ્મસાત્ કરી નાંખ્યા છે, તેમને જો કર્મ જ નથી તો જીવન નિર્વાહક કર્મનો પણ નાશ થવાથી તેમના શરીરનો પણ પાત કેમ ન થાય ? ૨૪ Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300