________________
મૂળ શ્લોક તથા શ્લોકાર્થ - પરિશિષ્ટ-૧૨
૨૩૯
અવસ્થાન્તરવિશેષ હોવાથી વિકલ્પરૂપ આ માયા વિકલ્પ દ્વારા જ નાશ પામે છે. તેમ અન્ય દર્શનકારોએ પણ કહ્યું છે. ૫૨
હે રામ ! પોતાનો (અધમ એવી અવિદ્યાનો) નાશ કરવાના ઉદ્યમથી ઉત્પન્ન થયેલી ઉત્તમ એવી અવિદ્યા દ્વારા જ સર્વદોષોનો નાશ કરનારી વિદ્યા સંપ્રાપ્ત થાય છે. ૫૩
અસ્ત્રથી જ અસ્ત્ર શમે છે, મળથી મળ સાફ થાય છે, વિષથી વિષનું શમન થાય છે અને શત્રુથી શત્રુ હણાય છે. ૫૪
એક ઋષિમુનિ હર્ષદને સંબોધીને કહે છે કે, “હે હર્ષદ ! અવિદ્યારૂપ આ ભૂતમાયા એવા પ્રકારની છે કે, જે સ્વનાશ રૂપે = અધમ અવિદ્યાના નાશરૂપે, જોવાતી જ નાશ પામે; તેનો આવો સ્વભાવ તારા વડે જોઈ શકાતો નથી. પપ
ઇન્ધન વિના જેમ અગ્નિ સ્વયં શાંત થઈ જાય છે, તેમ (અસર્વિકલ્પોને શાંત કરવા ઉત્પન્ન કરેલા) સર્વિકલ્પો, અશુભ વાસનાઓને નાશ કરીને સ્વયં જ નાશ પામી જાય છે. પડ
આ નૈશ્ચયિકી શક્તિ પ્રવૃત્તિ નથી કે ક્રિયા પણ નથી. તે યોગીઓને શુભસંકલ્પનો નાશ કરવા માટે ઉપયોગી બને છે. પ૭ બીજા અપૂર્વકરણમાં ક્ષાયોપથમિક ભાવના ક્ષમાદિ ગુણો પણ ચાલ્યા જશે, પરંતુ ક્ષાયિક ભાવના એવા ક્ષમાદિ ગુણો રહેશે. ૫૮
આ રીતે અંતરંગ પરિણામોને શુદ્ધ કરવા પોતાના ચિત્તની ભૂમિકાસ્વરૂપ દશાને અનુસાર અને પોતાની માનસિક, વાચિક, કાયિક અને આત્મિક શક્તિ પ્રમાણે ઉદ્યમ અને અનુદ્યમ કરતો, આત્મામાં અત્યંત સ્થાપિતપક્ષપાતવાળો. યોગી પ્રાત:કાળ જેમ સૂર્યને પ્રાપ્ત કરે છે, તેમ કેવળજ્ઞાનરૂપી કાંતિને પ્રાપ્ત કરે છે. ૫૯
સદ્ગુરુના વાક્ય પ્રત્યે નિષ્ઠાવાળો અને પ્રજ્ઞાપનીય એવો આ યોગી વિસ્તૃત એવા વ્યવહાર-માર્ગનો અભ્યાસ કરીને સહજ આત્મસ્વરૂપમાં વર્તવાને કારણે આત્માના જ્ઞાનગુણસ્વરૂપ દર્પણમાં પ્રતિબિંબિત થતા ત્રણ જગતના વિવર્તામાં = વિવિધ પર્યાયોમાં વળી કેવી રીતે વર્તે ? (કેવી રીતે રાગાદિને આધીન થાય ?) ૬૦
તત્ત્વ બાહ્ય કે અભ્યત્તર કાંઈ પણ હો, (પરંત) હૃદયમાં નિર્મલ એવો આત્માનો વિચાર સમતા ઉત્પન્ન કરે છે, તે કારણથી અમને સંચિત પંચાચારના સેવનથી પ્રગટ થતા પરમભાવમાં અધિક પક્ષપાત છે. ૬૧
નૈગમનય અપરમભાવમાં સ્પષ્ટ કરતમતાને ભલે કહે, પરંતુ જ્ઞાનયોગી તેટલા માત્રથી ખુશ થતા નથી, કેમ કે તેઓને તો જેણે પરમભાવનો અનુભવ કર્યો છે, ચૈતન્યનો એટલે કે જ્ઞાનનો ચમત્કાર જેમાં પ્રધાન છે અને સકળ નયોથી જે વિશુદ્ધ છે તે ચિત્ત જ એક માત્ર પ્રમાણ છે, માન્ય છે. ૬૨
નિશ્ચય સિવાયના અન્ય નયોસ્વરૂપ હાથીઓની ગર્જનાઓથી સહજ એવા જંગલમાં સૂતેલો નિશ્ચયનયરૂપી સિંહ ડરતો નથી. ઊલટું જ્યારે લીલાપૂર્વક બગાસું ખાઈને આ સિંહ સન્મુખ આવે ત્યારે તે હાથીઓનો મદ ગળી જાય છે અને ડરી ગયેલા તેઓ શ્વાસ પણ લઈ શકતા નથી. ૯૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org